સુવિધાનો અભાવ:કોરોનાના કેસ નથી અને ઠંડી શરૂ પણ કચ્છની ટ્રેનમાં ધાબળા નથી અપાતા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને કારણે અે.સી. કોચમાં સુવિધા બંધ કરાઇ હતી
  • યુઝ એન્ડ થ્રો બેડરોલની યોજનાની માત્ર જાહેરાત, રેલવે પ્રશાસન દ્વારા અમલનો અભાવ

કોરોના મહામારી શરૂ થતા જુન 2020થી જ રાજયભરની ટ્રેનોમાં અે.સી. કોચમાં ધાબળાં અને ચાદરની સુવિધા બંધ કરાઇ હતી તો પડદા પણ હટાવી લેવાયા હતા. લગભગ દોઢ વર્ષ જેટલો સમય વિતિ ગયો અને કોરોનાના પોઝિટીવ કેસ નથી તેમજ શિયાળાની શરૂઅાત થઇ ગઇ છે છતાય ધાબળાં અને ચાદર અાપવાનું શરૂ કરાયું નથી. તો કોરોના ટાણે યુઝ અેન્ડ થ્રો બેડરોલની માત્ર જાહેરાત કરવામાં અાવી હતી.

રેલવે તંત્ર દ્વારા કોરોના મહામારીને લઇને એસી કોચમાં બંધ કરેલા બેડરોલ (ધાબળા, ચાદર, ઓશિકું, ટુવાલ) આપવાની સુવિધા શરૂ કરી નથી. એસી કોચમાં રેલવેએ યુઝ એન્ડ થ્રો બેડરોલ આપવાનું આયોજન કર્યું હતું. પરંતુ હજુ સુધી ગુજરાતના મુખ્ય સ્ટેશનો પર પણ ડિસ્પોઝેબલ બેડરોલ ન અપાતા લોકોને ઘરેથી ચાદર-ધાબળા લાવવા પડે છે. બીજી બાજુ શિયાળો શરૂ થવાની સાથે હવે કોચમાં ચાદર અને ધાબળાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ત્યારે મોટાભાગના પેસેન્જરોને ઘરેથી ધાબળા અને ચાદર લઈને આવવું પડે છે. જેના કારણે લગેજ વધી જતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડે છે.

સુવિધા ઘટાડી દેવાઇ પણ ભાડુ ન ઘટયું
ભુજ અને ગાંધીધામથી રવાના થતી ટ્રેનના અે.સી. કોચમાં પડદા, ધાબળા અને ચાદર, ટુવાલની સુવિધા કોરોનાને કારણે દુર કરાઇ હતી. યુઝ અેન્ડ થ્રોલ બેડરોલની માત્ર જાહેરાત કરાયા બાદ અમલવારી થઇ ન હતી. અામ, અે.સી. કોચમાં સુવિધા ઘટાડી દેવાઇ પણ ભાડામાં કોઇપણ જાતનો ફેરફાર કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...