તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 185 કેસ, 3 મોત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3632 થઈ

કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 185 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 10581 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં ભૂજ શહેરમાં 48 ગ્રામ્ય 21, ગાંધીધામ 9 , ગ્રામ્ય 2, અંજાર 5, ગ્રામ્ય 3 , મુન્દ્રા 8 , ગ્રામ્ય 6, ભચાઉ 10, ગ્રામ્ય 7 , નખત્રાણા ગ્રામ્ય 12, અબડાસા ગ્રામ્ય 13, માંડવી 12 ગ્રામ્ય 5, લખપત ગ્રામ્ય 4 , રાપર 3 , ગ્રામ્ય 17 , -કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજે 3 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 248 પર રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 110 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 6839 થઈ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 28 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...