કોરોના અપડેટ:કોરોનાએ રાપરમાં રડાર કેન્દ્રિત કર્યું, વધુ 4 કેસ સાથે 2 દિવસમાં 10 સંક્રમિત

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગઈકાલે પણ 10 માંથી 6 કેસ રાપરમાં આવ્યા હતા
  • 10 દર્દીઓને રજા આપવામાં આવતા એક્ટિવ કેસ 20 થયા

જિલ્લામાં કોરોના મહામારીના કેસો ફરી એકવાર વધી રહ્યા છે.મંગળવારે 10 કેસ આવ્યા બાદ બુધવારે જિલ્લામાં નવા 4 દર્દી આ બીમારીથી સંક્રમિત બન્યા હતા. જોકે બુધવારના તમામ કેસ રાપર શહેરમાં આવ્યા છે.

કોરોના બીમારીએ રાપરમાં રડાર કેન્દ્રિત કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણકે બે દિવસમાં 14 કેસ માંથી 10 કેસ તો રાપરમાં આવ્યા છે. જેથી આ વિસ્તારમાં ફરી કોવિડ ઘાતક બની રહ્યો હોવાથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. રાપર પંથકમાં કોવિડ રસીકરણની કામગીરી સૌથી ઓછી રહી છે.જોકે તંત્ર દ્વારા સરકારી ચોપડે સારું બતાવવા માટે બોગસ મેસેજ મોકલવામાં આવ્યા હતા.આ મેસેજની અસરો હવે જોવા મળતી હોય તેમ કોરોનાના વિદાયના દિવસોમાં આ વિસ્તારમાં કુદકે ને ભૂસકે કેસો વધી રહ્યા છે.

આ ઉપરાંત કુલ 10 દર્દીઓ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ભુજના 4,અંજાર - નખત્રાણાના 2 - 2,અબડાસા અને મુન્દ્રામાં 1 - 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 20 થઈ છે.

કચ્છમાં કોવિડના હળવા નિયંત્રણો 31મી સુધી લંબાવાયા
કચ્છમાં કોરોનાના વળતા પાણી વચ્ચે હળવા નિયંત્રણોની અવધિ તા.31-3 સુધી લંબાવવામાં અાવી છે.કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છમાં હળવા નિયંત્રણો 31મી માર્ચ સુધી લંબાવાયા છે. જાહેરનામા અન્વયે જિલ્લાના તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ તેમજ કામના સ્થળોએ હેન્ડ વોશ અથવા સેનિટાઇઝેશનની વ્યવસ્થા રાખવાની કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19ની રાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવા જિલ્લા સમાહર્તા દ્વારા જણાવાયું છે. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, કચ્છમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે લોકો પણ કોરોનાને ભૂલતા જાય છે અને સરકાર દ્વારા નિયત કરાયેલી ગાઇડલાઇનનું પાલન કરતા નથી કે, માસ્ક પહેરતા નથી.

અન્ય સમાચારો પણ છે...