તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:કુકમામાં કોરોના વિસ્ફોટ : 141 ટેસ્ટમાંથી અધધ 34 પોઝિટિવ !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઅોને ઘરે જ ક્વોરન્ટાઇન કરાયા : જ્યારે અેકને ગડા કેર સેન્ટરમાં રીફર કરાયો

“મારું ગામ કોરોના મુક્ત ગામ” અંતગર્ત કુકમા જુથ ગ્રામ પંચાયત, કુકમા આરોગ્ય કેન્દ્ર, કુકમા ડીઝાસ્ટર સમિતિના સભ્યો, સેતુ અભિયાન-ભુજ દ્વારા કુકમા પ્રા. શાળામાં રેપીડ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો ચેકઅપ કેમ્પ રાખવામાં અાવ્યો હતો. જેમાં 34 લોકોનો રીપોર્ટ પોઝિટિવ અાવતા ફફડાટ ફેલાયો હતો. ચોંકાવનારી વાત અે છે કે માત્ર 141 રેપીડ ટેસ્ટમાં અધધ 34 લોકોના પોઝિટિવ રીપોર્ટ અાવ્યા હતાં. જેના પગલે સંક્રમણનુ દર 24 ટકા થયો હતો. જે ખૂબ જ વધારે કહી શકાય છે.

પોઝિટિવ દર્દીઅોને હોમ કવોરન્ટાઈન કરવાામાં અાવ્યા હતાં. તો અેક દર્દીને ગડા કોવિડ કેર સેન્ટરમાં કવોરન્ટાઈન કરવામાં આવેલ. અન્ય 107 નેગેટિવ કેસના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ પણ ત્યાંજ કરવામાં આવ્યા હતા. દાતાઓ ત્રીકમભાઈ વાસણભાઇ આહિર, હરિભાઈ હીરાભાઈ જાટીયા, શોભનાબેન શૈલેષભાઈ રાઠોડ, જયેશભાઈ વરૂ ​​​​​​​તરફથી ટેસ્ટકીટ મળી હતી.

આ નિશુલ્ક કેમ્પ દરમિયાન આઈસોલેટ થયેલા કોરોના પોઝિટિવ લોકોને ટીડીઓ શૈલેષભાઈ રાઠોડ અને સેતુ અભિયાનના ભાવેશભાઈ દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતું. કુકમા પંચાયતના સરપંચ કંકુબેન વણકરે દાતાઓ તથા કેમ્પમાં મદદરૂપ થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...