કચ્છમાં ચાલુ સપ્તાહની શરૂઆતથી કોવિડના કેસોમાં નોંધપાત્ર રીતે ઉછાળો આવી રહ્યો છે. આ સંજોગોમા કોરોના નિયંત્રણોની અવધિ તારીખ 22-1 સુધી લંબાવવામાં અાવી છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસા-દિવસે વધી રહ્યું છે ત્યારે કોવિડ-19ની ગાઇડલાઇનના પાલન માટે નિયંત્રણોની અવધી લંબાવવવામાં અાવી છે.
જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, કાર્યક્રમો, લગ્ન પ્રસંગો જેવા જાહેર સમારંભો, ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ સ્થળની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 150 વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. અંતિમક્રિયા દફનવિધિમાં 100 વ્યકિત, પબ્લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ અંતર્ગત નોનએસી બસ સેવા 75 ટકા ક્ષમતા સાથે જયારે એસી બસ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વિમિંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે અેમ કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.