તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:કચ્છમાં કોરોનાના કેસ 5000ને પાર ,બે દિવસમાં 35 સંક્રમિત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છમાં કોરોનાના કેસ 5000ને પાર : બે દિવસમાં 35 સંક્રમિત

કોરોનાના અેક વર્ષ પછી નવેસરથી શરૂ થયેલી નવી લહેર હવે કચ્છને ભરડામાં લઇ રહી છે. ધૂળેટી(સોમવાર)ના 18 અને મંગળવારે વધુ 17 મળીને બે દિવસમાં 35 કેસ નોંધાવા સાથે જિલ્લામાં કુલ કેસનો અાંક 5001 થયો છે, બીજી બાજુ ભુજ શહેર અને તાલુકામાં કોરોનાનો વધતો વ્યાપ જોખમી બની રહ્યો છે અને બે દિવસ દરમિયાન ભુજ શહેરમાં 10 અને તાલુકામાં 10 મળીને 20 કેસો સામે આવ્યા છે.

સોમવારે ભુજ શહેરના 6 અને તાલુકાના 5 હતા, બીજા ક્રમે અંજાર શહેર 3 અને તાલુકાના 4, ગાંધીધામ શહેર અને તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે, અામ તમામ 18 કેસ ત્રણ શહેર-ાતાલુકામાં નોંધાયા હતા જ્યારે મંગળવારે ભુજ શહેર 6, તાલુકાના 5, ગાંધીધામ શહેર તેમજ અબડાસા અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં 1-1 કેસ નોંધાયા હતા. ભુજ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે.

બે દિવસમાં 34 દર્દી સાજા થયા
સોમ અને મંગળવારે 17-17 દર્દીઅો સ્વસ્થ થતાં ઘરે પરત ફરવા વિદાય અપાઇ હતી. કચ્છમાં કુલ 5001 સંક્રમિતોમાંથી આજ દિવસ સુધી 4712 સાજા થઇ જતા હાલમાં સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા 177 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો