તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સઘન સારવાર:અંજારની સબ ડિવિઝનલ હોસ્પિટલમાં ચાર માસના બાળકની માતાએ 27 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા દર્દીએ સરકારી હોસ્પિટલના તબીબ અને સ્ટાફનો આભાર માન્યો

અંજારની ખાનગી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહેલા 24 વર્ષીય હીનાબેન સંજયભાઈ ગુદરાસણીયાની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે અંજાર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર તેમજ સાર-સંભાળને પગલે તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની ઘેર પાછા ફર્યા છે.

કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. આજે કોરોના મહામારીના સમયમાં એ ભગવાનના દર્શન સફેદ વસ્ત્રમાં લોકોની સેવા કરતા ડોક્ટર્સ અને નર્સ તેમજ આરોગ્યતંત્રમાં થઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર રાત-દિવસ એક કરીને કોરોના મહામારીમાં લોકોની સારવાર માટે સતત મથી રહ્યું છે. અત્યારે જ્યારે ખાનગી હોસ્પિટલની પણ મર્યાદા આવી જાય ત્યારે સરકારી આરોગ્ય તંત્રની હૂંફનો સહારો અને સારવારનો સાથ આપે છે.આવો જ એક કિસ્સો છે અંજારના ચાર માસના બાળકની 24 વર્ષીય હિનાબેન ગુદરાસણીયાનો.

હીનાબેનને શરૂઆતમાં કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યા બાદ સ્થિતિ થોડી ગંભીર હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ સતત નીચુ જઇ રહ્યું હોવાથી ખાનગી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા અન્ય વેન્ટિલેટર સુવિધા વાળી હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી. બીજી લહેરની અત્યંત નાજુક સ્થિતિમાં, જ્યારે સર્વત્ર બેડ અને વેન્ટિલેટરની અછત હતી ત્યારે આવી પરિસ્થિતિમાં હીનાબેન ગુદરાસણીયાને અંજાર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

અત્યંત નાજુક સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં દાખલ થતાંની સાથેજ અંજારની સરકારી હોસ્પિટલના સ્ટાફે ચાર માસના બાળકની માતાને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા અને તેમાં જીત મળી. અને હોસ્પિટલમાં સઘન સારવાર બાદ થોડા જ સમયમાં તેમની હાલત સામાન્ય બની ગઈ. અંજારની સરકારી હોસ્પિટલના ડો. વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ ડૉ. નેહલ અને અન્ય નર્સિંગ સ્ટાફે નેહલબેનની સારવાર કરી જેથી તેઓ હેમખેમ ઘેર પાછા ફર્યા છે.

હિના ગુદરાસણીયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલનો સ્ટાફ નિરંતર દર્દીઓની સારવારમાં હાજર જ હોય છે મારી પણ ખૂબ સંભાળ રાખી. મને હિંમત આપીને મારું મનોબળ નબળું પડવા ન દીધું. તેમની આ આત્મીયતા થકી જ હું આજ સંપુર્ણ સ્વસ્થ બની શકી છું. સરકારી હોસ્પિટલમાં મળેલી સારવાર અંગે હિનાબેનના પતિ સંજયભાઇ ગુદરાસણીયાએ કહ્યું હતું કે, કોરોના જ્યારે તેની ઊંચાઇ પર હતો ત્યારે અત્યંત ગંભીર વાતાવરણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાંથી મારી પત્ની હિનાને અંજારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મારી પત્ની હિના ફક્ત ચાર મહિનાના બાળકની માતા છે તે જાણીને અહીંના સ્ટાફે ખૂબ જ મહેનત કરીને કોરોનાની સારવાર કરી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ સરળતાથી મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ હોસ્પિટલના સ્ટાફે માનસીક રીતે પણ ખૂબ જ સાથ-સહકાર આપ્યો હતો. આજે ફરી મારી પત્ની ઘરે સ્વસ્થ બની પરત ફરી છે.

અન્ય સમાચારો પણ છે...