ક્રાઇમ:ટાયર ચોરીના એક આરોપીનો કોરોના પોઝીટીવ, ભાગી છુટયો પણ ફરી પકડાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાંથી ચોરીના ગણતરીના કલાકોમાં બંનેને પકડયા હતા..
  • ગડા પાટીયા પાસે કવોરન્ટાઇન સેન્ટરમાંથી નાસી છુટયો હતો

ભુજના સરપટ નાકા બહાર તુલસીમીલ સામે આવેલી ટાયરની દુકાનમાંથી નવા જુના ટાયરો તથા ગલ્લામાં રાખેલી રોકડ સહિત 19,500નો મુદામાલ ઉઠાવી જવાના ગુનાનો ભેદ એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા તે ઘડા પાટીયા પાસેના કવોરન્ટાઇન સેન્ટરમાંથી નાસી છુટયો હતો, પોલીસ ફરી પકડી આવી હતી.

સરપટ નાકા પાસે આવેલી તુલસી મીલની સામે કપીલ ટાયર નામની દુકાનમાંથી નવા આઠ તેમજ જુના સાત ટાયરો મળી 15 ટાયર (કિંમત 18,800) અને ગલ્લામાં રાખેલા 700 રૂપિયા મળી કુલ 19,500ની ચોરી કરી ગયાની ફરીયાદ માલિક કપીલ રાજગોરે એ-ડિવીઝન પોલીસ મથકે નોંધાવી હતી. એએસઆઇ કિશોરસિંહ જાડેજાને બાતમી મળતા આ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દઇ આલાવાળા કબ્રસ્તાન પાસેથી કોથરામાં ટાયર લઇને જતા ઇબ્રાહીમશા ઓસમાણશા શેખ અને અલીશા કરીમશા શેખ (રહે. શેખફળીયુ, ભુજ)વાળાની અટકાયત કરી હતી. તેમની પાસેથી 12 નંગ ટાયર અને 700 રૂપીયા રોકડ કબજે કરી હતી.

અલીશા કરીમશા શેખનો રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસે ગડા પાટીયા પાસેના કવોરન્ટાઇન સેન્ટરમાં યોગ્ય જાપ્તા સાથે મોકલી આપ્યો હતો જે ત્યાંથી નાસી છુટયો હતો. જેના માટે પોલીસે સજ્જડ નાકાબંધી કરી હતી. એ-ડિવીઝન ડીસ્ટાફની ટીમ ફરી તેને પકડી તેના વીરૂદ્ધ બીજો ગુના દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...