કોરોનાવાઈરસ:કચ્છમાં સતત આવતા પોઝિટિવ કેસો, કોડાય પુલની 77 વર્ષીય વૃદ્ધાને કોરોના

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ એક કેસ આવતા કચ્છમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 80 ઉપર પહોંચ્યો ઼
  • 52 વ્યક્તિ સાજા થયા, 3ના મૃત્યુ અને સારવાર હેઠળ 25

કચ્છમાં શનિવારે માંડવી તાલુકાના કોડાય પુલ પાસે 77 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ જણાયો છે. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 80 ઉપર પહોંચી ગયો છે. કોડાય પુલના શાંતાબેન રામજિયાણીનો કોરોના પોઝિટિવ કેસની સારવારમાં ઉમેરા થતા સક્રીય પોઝિટિવ કેસની સંખ્યા 25 થઈ ગઈ છે. આ પહેલા 52 દર્દીઓની સારવાર દરમિયાન તબીયત સુધરતા હોસ્પિટલોમાંથી રજા અપાઈ ચૂકી છે. જોકે, સારવાર દરમિયાન 1 ગાયનેક કારણોસર અને 2 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

એક જોખમી અને જટિલ કેસ
માંડવી તાલુકાના ખીમજી એ. નાક રાણીને કોરોનાની સારવાર અપાઈ રહી છે. જે ચિંતાજનક રીતે જોખમી અને જટિલ કેસ તરીકે અલગ 
તારવવામાં આવ્યો છે.
પોઝિટિવ કેસના આંકડાઓમાં પણ ભેદભરમ
કચ્છમાં એક બાજુ તંત્રએ કોરોનાને લગતી પુર્તી માહિતી આપવાનું ટાળી દીધુ છે. પેન્ડીંગ રીપોર્ટ અને શંકાસ્પદ દર્દીઓની પણ માહિતી અપાતી નથી. તો બીજી બાજુ પોઝિટિવ દર્દીઓના આંકડામાં પણ ભદભરમ છે. રાજ્ય અને કચ્છના આંકડામાં પણ તફાવત છે.
શનિવારે 5 દર્દી ડિસ્ચાર્જ કરાયા
મુન્દ્રાની અલાયન્સ હોસ્પિટલમાંથી 3, આદિપુરની હરિઓમ હોસ્પિટલોમાંથી 1, ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી 1 દર્દીની સારવાર દરમિયાન તબીયત સુધરી છે, જેથી શનિવારે કુલ 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...