તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:આવતી કાલે રાંધણછઠ્ઠ : તહેવારો ટાંકણે કોરોના ઘટ્યો પણ દુષ્કાળના ઓછાયાથી ઉજવણીના ઉત્સાહમાં ઓટ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાતમ-આઠમના મેળા નહીં પરંતુ કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાશે

સાતમ-અાઠમના પર્વોઅે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પરંતુ દુષ્કાળના અોછાયા વચ્ચે તહેવારોની ઉજવણીમાં અોટ અાવી છે. અા વખતે સત્તાવાર રીતે મેળા નહીં યોજાય પરંતુ લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકશે. સાતમ-અાઠમના તહેવારોને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તા.28-8, શનિવારના રાંધણ છઠ્ઠના દિવસે કચ્છના લોકો બે દિવસની રસોઇ બનાવી લેશે અને સાતમ-અાઠમ અેમ બે દિવસ ટાઢું અારોગશે.

અા વખતે સાતમ-અાઠમના મેળા નહીં યોજાય પરંતુ તા.29-8, રવિવારના શીતળા માતાજીના મંદિરો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભાવિકોના દર્શનાર્થે ખુલ્લા રહેશે. તા.30-8, સોમવારના અાઠમ અેટલે કે, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિયમોના પાલન સાથે કરવામાં અાવશે અને નંદ ઘેર અાનંદ ભયો, જય કનૈયા લાલ કીનો જયઘોષ ગુંજી ઉઠશે.

ગત વર્ષે કોરોનાઅે તહેવારોની ઉજવણીની મજા બગાડી નાખી હતી અને અા વખતે મહામારીનું સંક્રમણ ઘટતાં રાહત મળી છે પરંતુ દુષ્કાળના અોછાયાથી દુષ્કાળમાં અધિક માસ જેવો તાલ સર્જાયો છે અને દુષ્કાળના વાગતા ડાકલા વચ્ચે સાતમ-અાઠમના તહેવારોની ઉજવણીમાં અોટ અાવી છે.

રવિ-સોમ લોકો ફરવા નીકળી પડશે
કોરોનામાં ઘરમાં પૂરાયેલા લોકો મહામારીનું સંક્રમણ ઘટતા અને પ્રતિબંધાત્મક નિયમોમાં વિશેષ છૂટછાટ મળતાં ફરવા નીકળી રહ્યા છે. સાતમના દિવસે રવિવારની રજા અને અાઠમના જાહેર રજા હોઇ કચ્છી માડુ જિલ્લાના વિવિધ જોવાલાયક સ્થળો તેમજ જિલ્લા બહાર કે, રાજ્ય બહાર અાબુ, ઉદયપુર વગેરે સ્થળોઅે ફરવા નીકળી પડશે.

તહેવારોને લઇને કલેક્ટરનું જાહેરનામું

 • કૃષ્ણ જન્મોત્સવ
 • મટકીફોડના કાર્યક્રમો નહીં યોજાય.
 • સામાજિક અંતર, માસ્ક સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવી શકાશે અને સરકાર દ્વારા કોરોનાને લઇને નિયત કરાયેલી ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.
 • મંદિર પરિસરમાં અેક સમયે અેક સાથે 200 લોકો દર્શન કરી શકશે અને દર્શાનાર્થીઅો માટે ગોળ કુંડાળા કરવાના રહેશે.
 • 200 વ્યક્તિઅો મર્યાદિત વાહનો સાથે શોભાયાત્રા કાઢી શકાશે.
 • ગણેશ ઉત્સવ
 • સાર્વજનિક ગણોત્સવમાં મહત્તમ 4 ફૂટ, ઘરમાં 2 ફૂટની મૂર્તિ સ્થાપિત કરી શકાશે.
 • પંડાલ, મંડપ નાના રાખી તેમાં દર્શનાર્થીઅો માટે ગોળ કુંડાળા કરવાના રહેશે.
 • સાર્વજનિક ગણેત્સવમાં પૂજા, અારતી, પ્રસાદ વિતરણ સિવાય અન્ય ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
 • ગણેશ સ્થાપન, વિસર્જન માટે માત્ર અેક જ વાહનમાં 15 લોકો જઇ શકશે.
અન્ય સમાચારો પણ છે...