તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:શહેરમાં ઠેકેદારને વહેલી સવારે સફાઈ કરવાની મનાઈ ફરમાવાઇ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઓને માણસો અને સાધનોનો હિસાબ લેવામાં રસ

ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોઅે ઠેરેદારને શહેરમાં વહેલી સવારે સફાઈ કરવા સામે વાંધો લીધો છે. બીજી બાજુ શહેરમાં સફાઈને બદલે ઠેકેદાર પાસે કેટલા સફાઈ કામદારો છે અને કેટલાક સાધનો છે અે જાણવામાં જ રસ દાખવ્યો છે, જેથી હવે ઠેકેદારો પણ અકળાઈ રહ્યા છે.

ભુજ નગરપાલિકા શહેરની સફાઈ માટે સફાઈ કામદારો રાખીને કામ લેવામાં નિષ્ફળ ગઈ છે, જેથી છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈનો ઠેકો અાપી રહી છે. પરંતુ, શહેરના 11 વોર્ડના 44 નગરસેવકો અને અધિકારીઅો તુન્ડે તુન્ડે મતા ભિન્નાની જેમ અેક નગરસેવક અેક દિશામાં દોરે તો બીજો નગરસેવક બીજી દિશામાં દોરતો હોય છે. સામાન્ય રીતે મધ્ય રાત્રિ પછી શહેરમાં અવરજવર હોતી નથી, જેથી ઠેકેદાર અને સફાઈ કામદારોને વહેલી સવારે સફાઈ કરવામાં વધારે સગવડ ભર્યુ લાગે છે. પરંતુ, કેટલાક નગરસેવકો અને પદાધિકારીઅોઅે વહેલી સવારે સફાઈ કરવાના કામની મનાઈ ફરમાવી દીધી છે.

બીજી બાજુ સેનિટેશન શાખાના અધિકારી સવારે 8 વાગ્યા પહેલા સફાઈ પૂરી કરી નાખવા સૂચવતા હોય છે. અેટલું જ નહીં પણ પદાધિકારીઅોને શહેરમાં સફાઈ થઈ છે કે નહીં અેના કરતા ઠેકેદાર પાસે કેટલા સફાઈ કામદારો છે અને કેટલા સાધનો છે અે જાણવામાં વધારે રસ રુચિ છે. જેની પરેડ યોજી, ફોટા પડાવી, અખબારી યાદી મોકલી, કામગીરી કર્યાનો સંતોષ માની લે છે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, અગાઉ વોર્ડર શહેરમાં ફરતા. જે માર્ગમાં ગટર, પાણી, કચરો નજરે પડે અેનો રોજેરોજ રિપોર્ટ સેનિટેશન ઈન્સ્પેકટરને કરતા. જે રિપોર્ટ છેવટે મુખ્ય અધિકારી મારફતે સંબંધિત શાખામાં રોજેરોજ જતો અને રોજેરોજ ઉકેલ લાવવામાં અાવતો. જે વોર્ડર સિસ્ટમ બંધ કરી દેવાઈ છે, જેથી રિપોર્ટ થતો નથી અને ઉકેલ અાવતો નથી.

અન્ય સમાચારો પણ છે...