અકસ્માતનો ભય:કુકમાને કોટડા(ચ)થી જોડતા માર્ગે ઓવરલોડ વાહનોનું દુષણ વધ્યું

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં મોટાભાગના ધોરીમાર્ગો પર ઓવરલોડ વાહનો બેફામ દોડતા હોવાથી ઘણી વખત અકસ્માતોની ઘટના પણ સર્જાઈ ચુકી છે ત્યારે ભુજ તાલુકામાં પણ ઓવરલોડનું દુષણ ફરી વકર્યું છે.કુકમા ગામથી કોટડા (ચકાર)ને જોડતા રોડ પર ઓવરલોડ વાહનો બેફામ દોડી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે પણ સ્થાનિકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં આવેલા ભેડિયામાંથી આ ડમ્પરો માલ ભરીને પસાર થાય છે પણ તેમાં ક્ષમતા કરતા વધુ પરિવહન કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.ભારે અને ઓવરલોડ વાહનો દોડતા હોવાથી નાના વાહનચાલકોને માર્ગ પરથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ ઓવરલોડ વાહનો સામે તંત્ર પગલાં ભરે છે કે પછી માત્ર હંમેશની જેમ આંખ આડા કાન કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...