ભારતીય એજન્સીની તપાસ:મુન્દ્રામાં રેડિયોએક્ટિવ પદાર્થ અંગે પાકિસ્તાને કહ્યું - કન્ટેઇનર ખાલી હતા!

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ચીનથી પાકિસ્તાન માટે પરમાણુ ઉર્જા સંયંત્રણનું ઇંધણ આ કન્ટેઇનરમાં આવ્યું હતું
  • ખાલી કન્ટેઇનર પાછા મોકલાઇ રહ્યા હોવાનો કરાયો દાવો
  • જોકે ભારતીય એજન્સીઓએ સમગ્ર મામલે કરી રહી છે તપાસ

ગુજરાતમાં ડ્રગ્સ ની હેરફેર ચર્ચાનો વચ્ચે મુન્દ્રા પોર્ટ ખાતે ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશન અંતર્ગત પાકિસ્તાનના કરાચીથી ચાઈના તરફ જતા જહાજમાંથી સચોટ બાતમીના આધારે યુદ્ધસામગ્રીમાં વપરાતાં રેડિયો એક્ટિવ પ્રવાહીના સાત કન્ટેનર સીઝ કરાતા અાંતરરાષ્ટ્રીય સ્તરે અા મામલો ચર્ચાઅે ચડ્યો છે. હવે અા મામલે પાકિસ્તાની વિદેશમંત્રાલયે જવાબ અાપ્યો છે. પાકિસ્તાને અા કન્ટેઇનરને ખાલી હોવાનું કહ્યું છે. જોકે ભારતીય અેજન્સી દેશની સુરક્ષાને ધ્યાને લઇ ગંભીરતાથી અા મામલે તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભારતના દુશ્મન દેશમાં ગણના પામતા ચાઈના અને પાકિસ્તાનના સંબધો અત્યંત મૈત્રીપૂર્ણ છે. માટે હાલ ભયમુક્ત ગણાતા હેઝાર્ડ રેડિયોએક્ટિવ પ્રવાહી કાર્ગોનો હજાર ડસ્ટ (સૂચિત પ્રવાહી નું માપ)જથ્થો તપાસ એજન્સીઓએ કબ્જે કરી તેનું પરીક્ષણ હાથ ધરવાની કામગીરી આરંભી છે.

તો ઘટના બાદ પાકિસ્તાની વિદેશમંત્રાલયે પોતાની પ્રતિક્રિયા અાપી છે. પાકિસ્તાને જણાવ્યુ હતુ કે જહાજમાં જપ્ત કરાયા કન્ટેઇનર ખાલી હતા. પરંતુ પહેલા અાનો ઉપયોગ ચીનથી કરાચીમાં કે-2 અને કે-3 પરમાણુ ઊર્જા સંયંત્રો માટે ઇંધણના પરિવહન માટે થયો હોવાનું સ્વિકાર્યું હતું. અને ત્યારબાદ અા ખાલી કન્ટેઇનર પાછા ચીન મોકલાઇ રહ્યા હતાં. ખાલી કન્ટેઇનરના દસ્તાવેજોમાં કાર્ગો બીન જોખમી જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...