રકતદાન / ઓ-પોઝિટિવની ખપત થઇ ને એ-ડિવિ. પોલીસે રકતદાન કર્યું

Consumption of O-positive and A-Div. Police donated blood
X
Consumption of O-positive and A-Div. Police donated blood

  • પોલીસનો ફરજ સાથે માનવ ધર્મ : બે કર્મીએ જી.કે.માં બ્લડ ડોનેટ કર્યું
  • કોઇક કામથી હોસ્પિટલ વિસ્તારમાં જ હતા PSI અને ASI

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભુજ. લોકડાઉનમાં પોલીસ દિવસ-રાત પેટ્રોલિંગ કરી નવા કાયદાની અમલવારી કરાવી રહી છે. પોલીસ પોતાની ફરજની સાથે માનવ ધર્મ નીભાવ્યો હતો. એ-ડિવિઝનના અધિકારી-કર્મચારી કોઇ કામથી જી.કે. પાસે હતા તે વેળાએ એ-પોઝિટિવ લોહીની જરૂરત ઉભી થતા બંનેના લોહી એ-પોઝિટિવ હોવાથી રક્તદાન કર્યું હતું. ચાલુ ફરજ દરમિયાન બ્લડ ડોનેશન કરતા ફરજ પરના તબીબ અને સ્ટાફે ગર્વની અનુભવી હતી. ગુરુવારે શહેર એ ડિવિઝન પોલીસ ટુકડી જી.કે. જનરલ હોસ્પિટલ વિસ્તારમાં કોઇ કામથી ગઇ હતી, તે વેળાએ જ એ પોઝિટિવ બ્લડગ્રુપની ખપત ઉભી થઇ હતી. પીએસઆઇ એસ. એમ. ચૌહાણ અને એએસઆઇ કિશોરસિંહ જાડેજાએ પોતાનો બ્લડ ગ્રુપ એ પોઝિટિવ હોવાની વાત કરી બ્લડ ડોનેશન કરવાની તૈયારી દર્શાવી હતી. બંને અધિકારી કર્મચારીએ રક્તદાન કરી ફરજ સાથે માનવતા ધર્મ પણ નીભાવ્યો હતો.  લોકડાઉનની શરૂઆતથી જ પોલીસ તંત્ર અમલવારી માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે ત્યારે ફરજની સાથે સેવાકીય કામ પણ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી