તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર સંસ્થામાં ઉપમહંત અને ટ્રસ્ટીઓની વરણી સંપ્રદાયના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ કરી હતી. ઉપમહંતની કાર્યશૈલીનો વિશેષ ખ્યાલ આપતાં મહંત સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં મહંત હરિસ્વરૂપદાસજી સ્વામીએ મારી ઉપમહંત તરીકે નિમણૂક કરી હતી, હવે ભગવતજીવન સ્વામીને સંપ્રદાયના ઉપમહંત તરીકે પદવી આપીએ છીએ. તેઓ છેલ્લા 41 વર્ષથી સત્સંગ ત્યાગી જીવન ધરાવે છે. જેમને ગુરૂ મંત્ર સ્વામિનાાયણ સંપ્રદાયના પૂર્વ આચાર્ય 1008 તેજેન્દ્રપ્રસાદજી મહારાજે આપ્યો છે.
મંદિરના પ્રથમ મહંત અશ્રુતદાસજી સ્વામીના શિષ્યો અક્ષરજીવનદાસજી અને કૃષ્ણાચરશદાસજી છે. જેમાં કૃષ્ણચરણ સ્વામીના શિષ્ય નિલકંઠદાસજી આ મંડળના તે સમર્થ સંત ધર્મકિશોરદાસજી પાસે સમર્પિત થઈ ગુરુએ આપેલું નામ સાર્થક કરતાં સમગ્ર જીવન સત્સંગરૂપી બનાવ્યું છે. આ પ્રસંગે ભુજ મંદિરના પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, હરિસ્વામી સહિતના તમામ મંડળોના સંતોએ આવકાર-સત્કાર કર્યો હતો. મહંત સદ્દગુરુ પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ જણાવ્યું સેવા, સત્સંગ અને સમર્પણની ભાવના સાથે અગાઉ જે રીતે સ્વામિનારાયણ સંચાલિત મંદિરો અને સંસ્થાઓનો જે વિકાસ થયો છે તે આવા સંતો, ટ્રસ્ટીઓ અને દેશ-વિદેશના હરિભકતોને આભારી છે. અને હજુ પણ આવો જ વિકાસ કરવાની નેમ વ્યક્ત કરાઇ હતી.
મૂળ નારાણપરના અને વ્યવસાય અર્થે એલોરેટ કેન્યાવાસી એવા રામજીભાઈ દેવજી વેકરિયાની કોઠારીપદની સેવાઓને બિરદાવાઈ હતી. આવનારા સમયમાં અંજાર, રાપરના મોટાં મંદિરોનાં નિર્માણ કાર્ય સાથો સાથ અન્ય સમાજને ઉપયોગી સેવાઓનો લાભ લોકોને મળતો રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરાયો હતો. આ ધાર્મિક નિયુક્તિ સભાનું સંચાલન સંત કોઠારી સુખદેવસ્વામી અને સહયોગ આપનાર સંતોમાં સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, જ્ઞાનપ્રકાસદાસજી અને દેવજીવનદાસજી ઉપસ્થિત રહ્યા હતા.+
5 વર્ષ માટે 29 સભ્યોનું નવું ટ્રસ્ટી મંડળ પણ રચાયું મહંતસ્વામીના અધ્યક્ષસ્થાને સંત તેમજ હરિભકતોના ટ્રસ્ટીઓની નિમણૂક કરાઈ હતી. જેમાં સંત ટ્રસ્ટીઓ તરીકે મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત ભગવજીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, ટ્રસ્ટી સ્વામી દેવકૃષ્ણદાસજી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી, પુરાણી પુરુષોત્તમસ્વરૂપદાસજી, સ્વામી દેવપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી, શાસ્ત્રી સ્વામી શુકદેવસ્વરૂપદાસજી, જગજીવનદાસજી સ્વામી અને ટ્રસ્ટી હરિભકતો સાથે ત્રણ સલાહકાર સહિત 29 સભ્યોનો ટ્રસ્ટીઓ સમાવેશ કરાયો છે.
મંદિરના મુખ્ય વહીવટી કોઠારી તરીકે મુરજીભાઈ કરશન શિયાણી, ઉપ કોઠારી જાદવજીભાઇ વિશ્રામ ગોરસિયા અન્ય ટ્રસ્ટીઓમાં રાજેન્દ્રભાઇ દવે, શશિકાંતભાઇ ગૌરીશંકર ઠક્કર, રામજીભાઇ ગોપાલ દબાસિયા, ભચુભાઈ રવજી રાવરિયા, કુંવરજીભાઈ કરશન પોકાર, શામજીભાઇ ધનજી હીરાણી, લાલજીભાઇ નાથા વરસાણી, અનિલ હીરાલાલ ગોર, હરજીભાઈ ગાંગજી વેકરિયા, કાનજીભાઇ દેવજી મેપાણી, દેવશીભાઇ કરશન હીરાણી, નારાણભાઈ રત્ના કેરાઇ અને અરજણભાઇ મનજી વેકરિયાની વરણી કરાઈ હતી.
ભુજ મંદિરની વરિષ્ઠ સલાહકાર સમિતિમાં સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ ખીમજી ભગત અને જેની પાંચ વર્ષની સમર્પિત સેવા અને કોઠારીપદે રહી ચુકેલા વરિષ્ઠ પટેલ આગેવાન રામજીભાઇ દેવજી વેકરિયાનો સમાવેશ કરાયો હતો. આમ ટ્રસ્ટી મંડળમાં 11 સંતો, 15 હરિભક્તો જ્યારે સલાહકાર સમિતિમાં બે સંત અને એક વરિષ્ઠ હરિભક્તની વરણી કરાઇ હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.