તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:ભુજની જી.કે.સરકારી હોસ્પિટલ ખાતે ચોથા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ, તો વધુ પાંચ દિવસ ડ્રાઈવ ટુ વેક્સિનેશન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 ઓક્સિજન સિલિન્ડરની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું કાર્ય શરૂ
  • આગામી વધુ 5 દિવસ 18+ના લોકોને કોવિડ રસી વાહનમાંજ મળી રહેશે

કચ્છમાં કોરોના કેસની સંખ્યા વધી જતાં તેના ઉપચાર માટે સરકારી અને વિવિધ ખાનગી હોસ્પિટલમાં કોવિડ બેડ વધારવામાં આવી રહ્યા છે. તો વેક્સિનેશન કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે હવે રસીના ડોઝની અછત પણ અનેક સ્થળે સર્જાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોરોના સારવાર સુદ્રઢ બને તે માટે જી.કે. હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટનું કાર્ય શરૂ થયું છે. તો કોરોના અટકાવ માટે ફરી વધુ પાંચ દિવસ દ્રાઈવ ટુ વેક્સિનેશન અભિયાન પણ શરૂ કરવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ભૂજ અદાણી સંચાલિત જી.કે.જનરલ સરકારી હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓની સારવારમાં વધુ સુવિધાનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. હાલમાં 330 ઓક્સિજન સિલિન્ડરની જોગવાઈ સાથે હવે વધુ 200 ઓક્સિજન સિલિન્ડરની સુવિધા સાથેના ઓક્સિજન જનરેટર પ્લાન્ટ માટે લિકવિડ ઓક્સિજન કન્ટેનર લગાડવાની કામગીરી હાલ ચાલુમાં હોવાનું બાયો મેડિકલ ઇન્જીનિયર ભાવેશભાઈ પટેલે કહ્યું હતું. જેમાં વધુ 200 ઓક્સિજન સિલિન્ડર મળી રહેશે . આમ કુલ 530 ઓક્સિજન સિલિન્ડરની સેવા હવે ઉપલબ્ધ બનશે. જે માટે સરકાર હસ્તેના વિભાગ દ્વારા મંજૂરી મળ્યા બાદ તેની શરૂઆત કરવામાં આવશે. જે કામ પૂર્ણ થયા બાદ મળશે.

બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા ગત 6 એપ્રિલના યોજાયેલા ડ્રાંઇવ ટુ વેક્સિનેશન અભિયાનની સફળતા બાદ હવે દરેક તાલુકા માટે વધુ પાંચ દિવસ દ્રાઈવ ટુ વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો સ્લોટ આજ રવિવાર સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. આગામી તા. 10 થી 14 દરમ્યાન આ કાર્યક્રમ ભુજ ખાતે 18+ના રજિસ્ટ્રેશન કરેલા લોકો માટે આયોજિત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...