આયોજન:કચ્છમાં યુવતિઓને સરકારી નોકરીઓ માટે કારકિર્દી ઘડતર વર્ગો શરૂ કરવા વિચારણા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DDOના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક યોજાઇ

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઇ હતી. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત થયેલી કામગીરી રજુ કરી હતી તેમજ જિલ્લામાં થયેલી નવીનત્તમ પહેલ બાલિકા પંચાયત, ગાંવકી પહેચાન બેટીઓકે નામ (સ્ટ્રીટ નેઈમ પ્લેટ), માય ડ્રીમ માય એઈમ, કોફી વીથ કલેકટર, મિશન ખાખી, બાળલગ્ન અટકાવ ધારો જાતિ ભૃણ પરીક્ષણ પ્રતિબંધક કાયદો, સખીવન સ્ટોપ સેન્ટર,પોલીસ સ્ટેશન બેઝ સપોટ સેન્ટર, રાપર, અબડાસા તેમજ લખપતમાં કન્યા કેળવણી, સેકસ રેશિયો વગેરે બાબતે બેઠકમાં વિગતો અાપી હતી. ડીડીઅોને માહિતી મેળવી હતી તેમજ આ બાબતે વધુ અસરકારક અને લોકઉપયોગી કામગીરી થઇ શકે તે માટે સમિતિના સભ્યોના સૂચનો જાણ્યા હતા.

સખીવન સ્ટોપ સેન્ટરની કામગીરી તેમજ 181 અભયમ હેલ્પલાઇનની જાગૃતિ 630 ગ્રામ પંચાયતોમાં થાય તે માટેના ઉપાયો, મમતા દિવસની આયોજનપૂર્વકની કામગીરીથી સગર્ભા મૃત્યુ દર ઘટાડો, તેમજ ગ્રામ પંચાયત, બાલિકા પંચાયત, વયોવૃધ્ધો અને સમાજના સહયોગથી બાળલગ્ન અટકાવ માટેના વિવિધ પ્રયત્નો અને પ્રોત્સાહક ઈનામ આપવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. યોગ્યતા ધરાવતી યુવતીઓને સરકારી નોકરીઓ માટે પૂર્વ તૈયારીના કારકિર્દી ઘડતર વર્ગો, વાંઢ અને છેવાડાના વિસ્તારોમાં કન્યા કેળવણીના પ્રયત્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...