સર્વેના કોલ:ભુજમાં કોંગ્રેસી કાર્યકરોને પક્ષમાંથી ધારાસભ્યની પસંદગી સર્વેના કોલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર બે જ નામોમાંથી લોકપ્રિયતાના અાંકની ચકાસણીથી શંકા
  • જે લોકોને ફોન અાવ્યા અેણે હોંશે હોંશે જવાબ પણ અાપ્યા

ભુજ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અાગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભુજ મત વિસ્તારના ઉમેદવારની પસંદગી માટે સર્વેના ભાગ રૂપે કાર્યકરોને કોલ અાવી રહ્યા છે, જેમાં માત્ર બે જ નામોમાંથી લોકપ્રિયતાના અાંકની ચકાસણી કરાય છે અને જેને કોલ અાવ્યો હોય અે કાર્યકર ખરાઈ કર્યા વિના સર્વે કરનારાને હોંશે હોંશે જવાબ પણ અાપવા લાગ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના અંત સુધીમાં ગમે ત્યારે થવાની છે, જેથી દરેક પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છુકો અત્યારથી જ દાવેદારીની તૈયારી કરવા લાગી ગયા છે. બીજી તરફ કચ્છ જિલ્લા કોંગ્રેસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અાગામી વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવાર પસંદ કરવા માટે ભુજ શહેરમાં કોંગ્રેસી કાર્યકરો અને નગરસેવકોને કોલ અાવી રહ્યા છે, જેમાં અરજણ ભુડિયા અને અને રાજેન્દ્રસિંહ જાડેજામાંથી કયો ઉમેદવાર જીતી શકે અે માટે જુદા જુદા પ્રશ્નો પૂછવામાં અાવી રહ્યા છે.

નવાઈની વાત અે છે કે, જેમને કોલ અાવે છે અે કાર્યકરો કોલ કરનારી વ્યક્તિને પ્રતિસવાલ પૂછી ખરાઈ કર્યા વિના ફટાફટ જવાબો પણ અાપી દે છે, જેમાં કયો ઉમેદવાર વધુ સક્ષમ ગણાય અે માટે અેની હારજીતની શક્યતા બાબતે તર્ક પણ રજુ કરી દે છે.

જવાબ અાપનારા કોંગ્રેસી કાર્યકરને અે પ્રશ્ન નથી થતો કે માત્ર બે નામો વિશે જ કેમ પૂછાય છે. જેમને કોલ અાવે છે અે અંદરોઅંદર મને પણ કોલ અાવ્યો હતો. મેં તો અામ અામ કહ્યું અેવું કહેતા અચકાતા પણ નથી. જોકે, અા બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રવકતા દિપક ડાંગરને કોલ કરી હકીકત જાણવાની કોશિષ કરી તો અેમણે કહ્યું કે, સત્તાવાર અેવી કોઈ માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...