તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નખત્રાણા તાલુકાના રસલિયાના આદમ સુલેમાન લાંગાયે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષના સમર્થનમાં કામ કરતા 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યાના હેવાલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે 24મી ડિસેમ્બરે આદમ સુલેમાન લાંગાયને પત્ર લખી જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં હોવા છતાં અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષને ખુલ્લે આમ સમર્થન આપી અસહ્ય શિસ્ત ભંગ કર્યો છે, જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાની સૂચનાથી પક્ષમાંથી 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે. જેની જાણ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને પણ કરાઈ હતી. એવું દિપક ડાંગરે અખબારી યાદીમાં જણાવ્યું હતું. બીજી તરફ અબડાસા તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર વસીમ જાકબ રાયમાએ ઈકબાલ મંધરાના રાજીનામાના સમર્થનમાં રાજીનામું ધરી દીધું છે.
ગાગોદરના કોંગ્રેસીનું પણ પક્ષમાંથી રાજીનામું
કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાંગવાની તૈયારી છે. તેવામાં કોંગ્રેસમાં જૂથવાદના કારણે ભંગાણ થવાનું શરૂ થઈ ગયું છે, જેમાં અગાઉ રાપર તાલુકાની ગાગોદર બેઠક પરથી જિલ્લા પંચાયતની સદસ્યતાની ઉમેદવારીમાં નોંધાવી અને હારી ગયેલા પણ પાર્ટીએ ભરોસો રાખીને ફરી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રીનો હોદો લેનારા ભચુભાઈ ભોજાભાઈ વૈદએ સોમવારે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના ગોવિંદપરના વતની અને મોટા ભાગે મુંબઈ જ રહેતાં ભચુભાઈ વૈદ દ્વ્રારા આજે સોસીયલ મીડિયામાં પોતાનું કચ્છ કોંગ્રેસ કમિટીને રાજીનામું આપ્યાંનું જાહેર કર્યું હતું. જેના કારણે ફરી રાપર તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કેમ કે, અગાઉ રાપર નગરપાલિકાના 13 સદસ્યો અને 2 મહામંત્રીઓને સસ્પેન્ડ કરાવનારા ભાજપના જ એક જૂથ દ્વ્રારા સોમવારે કોંગ્રેસના મંત્રીની વિકેટ ખેરવી હતી.
જે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પોતાની તરફેણના દાવેદારોને લ્હાણી કરવા માટે ભાજપનું જૂથ ફરી સક્રિય થઈ ગયું છે. રાપરના એક ઉદ્યોગપતિની પણ મુખ્ય ભૂમિકા રહી છે. કેમ કે, અગાઉ નગરપાલિકામાં 13 સભ્યોને સસ્પેન્ડ કરાવવા આ ઉદ્યોગપતિનું જૂથ છેક ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પાસે પહોંચી ગયું હતું અને પોતાનું ધાર્યું કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાપર કોંગ્રેસના ધારાસભ્ય પાટીદાર હોઈ આ ઉદ્યોગપતિ અને એમનું જૂથ ભરપૂર કોંગ્રેસનો પ્રચાર કરતા નજરે પડ્યું હતું. જેના કારણે ભાજપના પંકજભાઈ મહેતાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ જૂથ પોતાનું ધાર્યું કરવા માં ફાવી ગયું હતું. ત્યારબાદ નગરપાલિકામાં 13 સદસ્યો અને 2 મહામંત્રીઓને પણ સસ્પેન્ડ કરાવવામાં આ જૂથ ફાવી ગયું છે. હાલ કોંગ્રેસીઓને લઈને તેમને હોદ્દા આપવા અને ભાજપના જૂના જોગીઓને ઘરે બેસાડવાના પાસા રુપે આજે કોંગ્રેસમાં ભંગાણ કર્યાનું રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું. હવે આગામી દિવસો પણ કેવા પરિણામો આવે છે તે જોવાનું રહ્યું.
અબડાસા તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખ વરાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રમુખ અમીત ચાવડાની સૂચનાથી અબડાસા તાલુકાના નલિયાના અજીતસિંહ મોકાજી જાડેજાને અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.