તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કોંગ્રેસે માધાપરની વીરાંગનાઓને 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સન્માની

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં તૂટેલી હવાઈપટ્ટી રાતોરાત બનાવી દીધી હતી

પાકિસ્તાન સામે 1971ના યુદ્ધ દરમિયાન તૂટેલી હવાઈપટ્ટીને ભુજ તાલુકાના માધાપર ગામની વીરાંગનાઅોઅે રાતોરાત બનાવી દઈને ભારતીય સૈનાને લડાઈમાં બળ પૂરું પાડ્યું હતું. જેમને કોંગ્રેસે 15મી અોગસ્ટની પૂર્વ સંધ્યાઅે સન્માની હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના અાદેશથી સમગ્ર ગુજરાતમાં 75માં સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાઅે દેશની અેકતા અને અખંડિતતાને કાયમ રાખનારા દેશપ્રેમીઅોનું સન્માન કરી રાષ્ટ્રીય ભાવનાને વધુ બળવતર બનાવવાના ભાગ રૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશમંત્રી અરજણ ભુડિયાના નેતૃત્વ તળે માધાપર નવાવાસ મધ્યે વીરાંગના સર્કલ પાસે 20 જેટલી મહિલા શક્તિના પ્રતિક સમાન વીરાંગનાઅોનું સન્માન કરી તેઅોને કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર અને ગ્રામજનોઅે વંદન કર્યા હતા.

જે પ્રસંગે રાધાબેન રવજી ભુડિયા, વાલબાઈ લાલજી પિંડોરિયા, કાંતાબેન હિરજી વોરા, રાધાબેન ગોવિંદ વેકરિયા, હિરબાઈ પ્રેમજી ગોરસિયા, વીરબાઈ કાનજી પિંડોરિયા, સુંદરબેન દેવજી વરસાણી, માનબાઈ વિશ્રામ પિંડોરિયા, સામબાઈ કરસન ખોખાણી, રતનબેન શામજી હિરાણી, વાલબાઈ કાનજી હાલાઈ, વાલબાઈ મુરજી પિંડોરિયા, વીરબાઈ ઝિણા વાગડિયા, સુંદરબેન વીરજી વેકરીયા, કુંવરબેન ગોરસિયા વગેરેનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...