તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ભુજમાં કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી યોજાઈ, પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી

ભુજ16 દિવસ પહેલા
  • કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા આ પહેલા મોંઘવારી મુદ્દે સરકારનું ધ્યાન દોરવા જિલ્લાના તાલુકા મથકોએ વિરોધ પ્રદર્શન યોજ્યા હતા જેમાં ભૂજ ખાતે ઉંટગાડી પર બેસીને કોંગીજનોએ વિરોધ નોંધાવતા તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે આજે ફરી એકવાર ભુજના માર્ગો પર કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢીને સરકારનો કાન આમળવાનો પ્રયાસ કરાયો હતો જેને અટકાવવા પોલીસને ભારે મથામણ કરવી પડી હતી.

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે સરકાર દ્વારા મોંઘવારી પર નિયંત્રણ નથી લાવતું તેના કારણે ખેડૂત, યુવા , ગરીબ અને મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં પેટ્રોલના ભાવમાં 18 રૂપિયાનો વધારો થઈ જવા પામ્યો છે. આ તમામ મુદ્દે આજે કાર્યાલયથી વાયા સ્ટેશન માર્ગથી જ્યુબિલી સર્કલ સુધી સાયકલ રેલી કાઢીને મોંઘવરી મુદ્દે સરકારનો પ્રતીક વિરોધ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ લોકહિતના કાર્યો કરતા રહેશું એ માટે લાકડી કે ગોળી ખાવી પડશે તો પણ ખાઈ લેશું.

અન્ય સમાચારો પણ છે...