તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી વિધાનસભાની ચૂંટણીની યાત્રા:કોંગ્રેસે પેટ્રોલ- ડિઝલના ભાવ વધારા મુદ્દે ઊંટ પછી હવે સાઇકલ ઉપાડી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પેટ્રોલ પંપેથી પીછો કરી ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે અાંતર્યા

ભુજમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દ્વારા રવિવારે પેટ્રોલ, ડિઝલ, ગેસ અને જીવન જરૂરી ચીજ વસ્તુઅોના સતત વધતા ભાવોના વિરોધમાં સાઇકલ યાત્રાનું અાયોજન કર્યું હતું. જોકે, પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ પોલીસે પીછો કરી ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે અાંતરી યાત્રાને અાગળ વધતી અટકાવી દીધી હતી.

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે સાઇકલ યાત્રાના પ્રારંભે જણાવ્યું હતું કે, પ્રજાના અચ્છે દિન અાવવાને બદલે ભાજપના અચ્છે દિન અાવ્યા છે, જેમાં પ્રજા સાથે લૂંટ થઈ રહી છે. કેન્દ્ર અને ગુજરાતની કહેવાતા ડબલ અેન્જિનવાળી સરકારે સામાન્ય વર્ગ માટે જીવવું પણ દુષ્કર બનાવી દીધું છે. સરકારે પેટ્રોલ, ડિઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઅોમાં ભાવ વધારો પાછો ખેંચવો જોઈઅે. જો અેવું ન કરે તો સત્તા સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી. નૈતિક ફરજ સમજી રાજીનામું ધરી દેવું જોઈઅે.

સાયકલ યાત્રામાં અંજલિ ગોર, રાજેન્દ્રસિંહ જાડેજા, રમેશ ડાંગર, કરશન રબારી, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, ઈલિયાસ ઘાંચી, સહદેવસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હાસમ સમા, દશરસિંહ જાડેજા, મહાદેવ અાહિર, હમીદ સમા, રસીકબા જાડેજા, અાઈશુબેન સમા, ધીરજ રૂપાણી, વિશાલ ગઢવી, રજાક ચાકી, અશરફશા સૈયદ, શક્તિસિંહ ચાૈહાણ, ઈમરાન બ્રેર, અલીમામદ સમા, મામદ જત, કિશહન પટ્ટણી વગેરે જોડાયા હતા. અેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...