તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કોંગ્રેસે ફોર્મ ખેંચે અેવી ભીતિથી ઉમેદવારોને નજરકેદ કર્યા

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘બાકીના ઘોડા છૂટે અે પહેલા તબેલાને તાળા’
 • શહેરના વોર્ડ નંબર 9માં કડવો અનુભવ થયા બાદ પક્ષના નેતાઅોને હવે ડહાપણની દાઢ ફુટી ખરી !

ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 9નો કોંગ્રેસનો ઉમેદવાર પેનલની 2 મહિલા ઉમેદવારના મેન્ડેટ અને નામાંકન પત્ર લઈ ફરાર થઈ ગયો, જેથી ભાજપને 2 મહિલાન બેઠકો બિનહરીફ મળી ગઈ છે. જે અનુભવ બાદ કોંગ્રેસે પક્ષના વધુ ઉમેદવાર ફોર્મ ખેંચે અેવી દહેશતથી નજર કેદ કર્યા છે, જેમાં કેટલાકને સપરિવાર રિસોર્ટ સહિતના સ્થળે ખસેડાયાના હેવાલ છે.કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટીઅે મતદાન પહેલા જ બેઠકો કબજે કરવાની નીતિ અપનાવ્યાની કોંગ્રેસના સ્થાનિક નેતાઅોને દહેશત છે.

જેમાં વોર્ડ નંબર 9માં નરેન્દ્ર શિવદાસ પટેલે પેનલની 2 મહિલા ઉમેદવારોના મેન્ડેટ અને નામાંકન પત્ર સાથે ફરાર થઈ જતા તથ્ય જણાયું છે, જેથી ‘બાકી ઘોડા છૂટી જાય અે પહેલા તબેલાને તાળા’ મારવાનું નક્કી કર્યું છે. સાૈથી પહેલા તમામ ઉમેદવારોને નજરકેદ કર્યાના હેવાલ છે. જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ, ભાજપ માટે જોખમી અાઠેક જેટલા ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રક પાછા ખેંચાય અેવી દહેશત છે, જેથી અાઠેય ઉમેદવારોને સપરિવાર રિસોર્ટમાં ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો