તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ ભુજ વોર્ડ નં-2:ભાજપ શાસિત સુધરાઇમાં કોંગ્રેસી નગરસેવકો કામ કરાવી ગયા

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભુજ વોર્ડ નંબર બે એટલે ભીડ ગેટ બહારનો વિસ્તાર કે જે ન્યુ ભુજ રેલવે સ્ટેશન સુધી વિસ્તરેલો છે. આ વોર્ડમાં ગત બે ટર્મથી નગરસેવકો કોંગ્રેસના જ ચુંટાયા છે ( કોંગી કાઉન્સિલરના રાજીનામા બાદ એક ભાજપના થોડો સમય માટે ચુંટાયા હતા), તો પણ ભાજપ શાસિત સુધરાઇમાં જરૂરી અને વિકાસના કામો થયા છે. રસ્તાઓ કે જે વર્ષોથી નહોતા થતા તે બન્યા. ન માત્ર બન્યા, પરંતુ સારા બન્યા એવી લોકોએ વાત કહી હતી. ઉલેખાનીય છે કે, ગત ચૂંટણી સુધી જે વોર્ડ નંબર ત્રણમાં હતા એવા ઘણા વિસ્તાર આ વર્ષે ચુંટણી સીમાંકન બદલાતા વોર્ડ નંબર બેમાં સમાવિષ્ટ થયા છે. એવો દાવો પણ કરાયો હતો કે, વોર્ડ નંબર બે માં હતા એવા વિસ્તાર મમણ ચોક, વાલ્મીકી વાસ આ બધા 2010માં રસ્તા અને ડ્રેનેજના કામ થયા હતા.

ઘાસચારા માર્કેટ બની, પણ સફાઈ અનિયમિત
ભીડ ગેટ સામે જ અને વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા કે જ્યાં વર્ષોથી ગાયને ચારો અપાય છે. આ જગ્યાએ ગાયો આખો દિવસ ઊભી હોય અને ગૌમુત્ર અને છાણમાં એક એક ફૂટ ઊભા રહેવું પડે છે જેને કારણે પગમાં ગારા નામના જીવડાં પડે છે. જો કે, ગત ટર્મની બોડીએ સિમેન્ટ વર્ક કરી ગંદકી વધતા અટકાવી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે સફાઈ અનિયમિત છે.

પાણીની અનિયમિતતા યથાવત જ રહી
ભુજ શહેરની એકાદ બે વોર્ડને બાદ કરતા દરેક વોર્ડની સામાન્ય સમસ્યા છે તે પાણીનું અનિયમિત વિતરણ અહી પણ કાયમી ફરિયાદ રહી છે. ચોમાસા અને શિયાળામાં રાહતરૂપ ત્રીજે કે ચોથે દિવસે આવતું પાણી ઉનાળામાં આઠ દિવસ સુધી પહોંચી જવું સામાન્ય છે. આ પ્રશ્નનો નિકાલ ન તો સ્થાનિક કાઉન્સિલર કે ના તો હોદ્દેદારો લઈ આવી શક્યા.

વિસ્તાર
વાલ્મીકી વાસ, દાદુપીર રોડ, શાંતિ નગર, શિવ નગર, સથવારા વાસ, કોળી વાસ, ચાંદ ચોક, એરફોર્સ - એમઇએસ કોલોની, એરપોર્ટ રોડ, સિતારા ચોક, ભીડ ગેટ સામે, આઝાદ નગર, સોનાપુરી સ્મશાન, શેખ ફળિયા, કુંભાર વાસ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો