તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:ભચાઉ તાલુકાના સામાખીયાળી મતદાર યાદીમાં બોગસ મતદારોના નામ હોવાનો કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેમાં દાખલ કરાયેલા અનેક નામ પાછળ પીતાનું નામ કે અટક પણ નથી
  • તટસ્થ ચૂંટણી પ્રક્રિયા માટે નામો રદ થવા અંગે રબારીએ ચૂંટણી પંચ કચ્છ અને કલેકટરને જણાવ્યું

ભચાઉ તાલુકાના સામાખીયાળી જિલ્લા પંચાયત મતદાર યાદી 1માં દર્શાવેલા અનેક નામો બોગસ મતદાર તરીકે હોવાનો આક્ષેપ સામાખીયાળી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષથી ઉમેદવારી નોંધાવનાર ભીખાભાઇ રબારીએ કર્યો છે. તેમણે એક યાદી દ્વારા જણાવ્યું છે કે, સામાખીયાળી મતદાર યાદી 1માં પરપ્રાંતિયો, ગામના રહેવાસીઓ ન હોય તેવા લોકોના નામો દર્શાવવામાં આવ્યા છે.

તેમાં અનેક નામો એકલા છે, તેમની અટક કે પિતાનું નામ પણ નથી જે ખરેખર બોગસ છે. તેના કારણે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાન થવાની સંભાવના રહેલી છે, તેથી તટસ્થ ચૂંટણી પ્રક્રિયા માટે આ પ્રકારના નામો રદ થવા અંગે રબારીએ ચૂંટણી પંચ કચ્છ અને કલેકટર કચ્છને ઉલ્લેખીને એક યાદી મારફત જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો