કોરોના મહામારીમાં અત્યાર સુધી કચ્છીજનોએ પોતાના પરિવારના લોકો ગુમાવ્યા છે. હજારો લોકો મૃત્યુ પામ્યા છે, આવા સંવેદનશીલ મુદ્દે કેન્દ્ર તથા ગુજરાતની ભાજપ સરકાર અને કચ્છનું વહીવટીતંત્ર તેમજ કચ્છનું આરોગ્ય વિભાગ જરાય પણ ગંભીર નથી એવા આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો. પ્રજાને રામભરોસે છોડી દેવાઈ છે. સરકારની જાહેરાતો અને જમીની વાસ્તવીક્તા અલગ છે. સંક્રમણને નાથવા જિલ્લાનું વહીવટીતંત્ર તથા આરોગ્ય તંત્ર વામણું પુરવાર થઈ રહયું છે જેના પરિણામે ભવિષ્યમાં સંક્રમણ વધે તે પહેલા સરકારે જાહેરાતોને બદલ નકકર આયોજન ગોઠવવું જોઈએ.3
હાલમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને પુર્વ કચ્છના મથક ગાંધીધામ મધ્યે આરટીપીસીઆરના કરાય છે જેના રીપોર્ટ દર્દીઓને ત્રણથી ચાર દિવસ પછી આપવામાં આવે છે, જે બાબત સુચવે છે જે જિલ્લાનુ આરોગ્ય તથા તેનું માળખું કેટલી હદે ગંભીર છે. ખરેખર આરોગ્ય તંત્ર દ્વારા રીપોર્ટોમાં જ આટલો વિલંબ કરાતુ હોય તો સંક્રમણ અટકાવવાની અપેક્ષા કેમી રાખી શકાય.
આરોગ્યતંત્ર જ ‘સુપર સ્પ્રેડર’ની ભુમીકામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ભુજ વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહયા છે. આરોગ્ય વિભાગની બેદરકારીને કચ્છ જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને ક્ચ્છ જિલ્લાના વહીવટીતંત્ર તથા આરોગ્ય તંત્ર ગંભીરતા દાખવી ત્વરીત રિપોર્ટ આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.