તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભચાઉની વિધુત બોર્ડ કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ દ્વારા મનસ્વી વર્તન અખત્યાર કરી, નાણાકીય ગોટાળા કર્યાના આક્ષેપ સાથે મંડળીના ઉપપ્રમુખે જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળી કચેરીમાં રજૂઆત કરી છે.મંડળીના પ્રમુખ દ્વારા ગોટાળા થઈ રહ્યાનો ગણગણાટ કર્મચારીઓમાં લાંબા સમયથી થઇ રહ્યો છે તેવામાં ભચાઉ વિધુત બોર્ડ કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળીના ઉપપ્રમુખ આર.આઈ. રાણાએ ભુજ જિલ્લા રજિસ્ટરને કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, મંડળીના વહીવટમાં પ્રમુખે ગોટાળા કર્યા છે, જેમાં તેમનો ખુદનો હાથ નથી. કોઇને બચતના નાણા મળતા નથી. નાણાં માંગતી વખતે બચતના પૈસા આપવા જરૂરી નથી, તેને શેરમાં તબદીલ કરી નાખશું તેવા જવાબો મળે છે.
37 હજાર જેટલી મોટી રકમ કોઈને પણ જરૂરી હોય તો અમુક સમયે આપી દેવી જોઈએ, જે મુદત વીતી જાય તો પણ નથી મળતી. મહિનાની બચત રૂ. 560 અને ઉપર વ્યાજ સહિત રૂપિયા 37 હજાર થાય છે. છેલ્લા સવા વર્ષથી લોન માટે પણ આનાકાની કરાય છે.મંડળીના પ્રમુખે ગેરકાયદે મંડળીના સરકારી નાણાં અન્ય બેંકમાં પણ ખાતું ખોલાવીને જમા કરાવ્યા છે અને ભચાઉની એક મહિલાની પ્રાઇવેટ કંપનીમાં પણ રોકાણ કરાયું છે. મંડળીના પ્રમુખ અને મળતિયાઓની તપાસ થાય તો કૌભાંડ બહાર આવી શકે છે.
મંડળી પ્રમુખે જવાબ આપવાનું ટાળ્યું
મંડળીના ઉપપ્રમુખે જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળી કચેરી, ભુજને કરેલી અરજીમાં કરેલા ગંભીર આક્ષેપો મુદ્દે પ્રમુખ શામજી છાંગાનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.