વિતરણ:પાલારા જેલ સંકુલમાં 17 આવાસના લોકાર્પણ સાથે ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

.ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેદી સહાય ઓર્ડરનું વિતરણ અને વૃક્ષારોપણ પણ કરાયું

અહીંની પાલારા ખાસ જેલ ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક અમદાવાદ, ડો.કે.એલ.એન રાવ (IPS)ના હસ્તે ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા નવનિર્મિત કક્ષા B- TYPE – 12 , C- TYPE – 04, E- TYPE – 01 એમ કુલ- 17 આવાસોની અર્પણવિધિ કરવામા આવી હતી.જેપ્રસંગે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ તથા જેલર જી.એ અગ્રાવત,કે.ટી.ઝાલા સહિત તમામ જેલ સ્ટાફ અને ડો. કશ્યપ બુચ તથા ના.કા.ઇ પોલીસ આવાસ નિગમ પરમાર,ઇજનેર શિવમ ઠક્કર સહિતના હાજર રહ્યા હતા.

જેલોના વડા દ્વારા જેલ સ્ટાફના વેલ્ફેર માટે જરુરી સુચનો કરાયા હતા તથા જેલ વિભાગની સિધ્ધિઓની બાબતો જણાવી ભવિષ્યમા વધુ સારી કામગીરીની શુભેચ્છા પાઠવી હતી.આ તકે કેદી સહાય ઓર્ડરનુ વિતરણ કરવા સાથે વૃક્ષારોપણ કરાયું હતું.આ પ્રસંગે સમાજ સેવી સંસ્થાના પ્રતિનિધી પ્રબોધભાઇ મુનવર (માનવ જ્યોત સંસ્થા),શ્રધ્ધાબેન ઠક્કર (સ્રુજન સંસ્થા),પુર્વીબેન ગૌસ્વામી (અદાણી સ્કિલ ડેવલોપમેન્‍ટ),દિલીપભાઇ પટેલ (સુઝલોન સંસ્થા), વસંતભાઇ અજાણી (પાલારા મહાદેવ યાત્રાધામ)નાઓનું કે.એલ.એન રાવના હસ્તે સન્‍માન કરવામા આવ્યું હતુ. લીગલ એ‍ઇડના એડવોકેટ પ્રવિણભાઇ ધોળકીયા તથા બી ડિવિઝન પોલીસ ઇન્‍સ્પેક્ટર ડી.આર.ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...