કોરોના અપડેટ:નખત્રાણામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ આવતા ચિંતા પ્રસરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા અને નખત્રાણાના બે દર્દીને રજા અપાઇ

કચ્છમાં નખત્રાણા તાલુકાના ગામડામાંથી કોરોનાનો નવો 1 સંક્રમણનો કેસ નોંધાયો હતો. બીજી તરફ વધુ 2 દર્દી સાજા થયા હતા, મુન્દ્રા અને નખત્રાણાના એક-એક દર્દી સ્વસ્થ બનતા રજા અપાઇ હતી આ સાથે હવે કચ્છમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ 5 દર્દી રહ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 12622 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 12505 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, કોરોનાથી કુલ 282 દર્દીના મોતનું જુઠ્ઠાણું હજુ પણ યથાવત રખાયું છે, જેથી બાકીના આંકડાની વિશ્વસનીયતા ઉપર જ પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયો છે. જોકે, શુક્રવારે રસીકરણ પૂરજોશમાં છેડાયું હતું, જેથી લોકોને ખૂબ રાહત અને મદદરૂપ જણાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા કેટલાક સમયથી નખત્રાણા પંથકમાં કોરોના વાયરસના કેસો ચિંતાજનક રીતે આવી રહ્યા છે, ગાંધીધામમાં પણ ત્રણ કેસ આવ્યા હતા, અગાઉની સરખામણીએ કેસોનું પ્રમાણ ઘટી ગયું છે, કારણ કે જિલ્લામાં રસીકરણનો વ્યાપ સતત વધી રહ્યું છે, તે વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં આવતા એકલ-દોકલ કેસો ચિંતા ઉપજાવી રહ્યા છે, હવે વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણના કેસો આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...