તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભુજના અરિહંત નગરમાંથી બંધ ઘરના તાળા તોડી સવા સાત લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થતાં લોકોમાં ચિંતા ફેલાઇ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાલિક બહારગામથી પરત આવતા ચોરી થયાનું માલુમ પડ્યું

કચ્છના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિભાગમાં ચોરી, લૂંટ અને છેતરપિંડી સહિતના ગુન્હાઓની ઘટનાઓમાં હાલ વધારો નોંધાઇ રહ્યો છે. અંજારમાં રૂ. 65 લાખની લૂંટ બાદ ગઈકાલે ભુજના પ્રમુખસ્વામી નગરમાં બનાવટી આઇટી અધિકારીના વેશમાં આવેલા ઈસમો દ્વારા લૂંટનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યા બાદ પશ્ચિમ કચ્છ સમહર્તા દ્વારા આંગડિયા પેઢીના સંચાલકોને તાકીદ કરતી બેઠક યોજાઇ હતી સમાંતર ભુજના અરિહંત નગરમાંથી સાત લાખની કિંમતના મુદામાલની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે.

ભુજના અરિહંત નગર ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાઈ નિમેષ મહેશભાઈ કોટકના ઘરમાંથી તા. 27ની રાત્રીના 8 વાગ્યાથી તા. 28ના બપીરના 3.45 વાગ્યા સુધીના અરસામાં તસ્કરો રૂ. 2 લાખ 75 હજાર રોકડા અને 4 લાખ 75 હજારના સોના ચાંદીના દાગીના તથા 500ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ 25 હજાર 500ની ચોરી કરી ગયા છે. પોલીસે તસ્કરો દ્વારા ચોરીમાં વેરવિખેર કરાયેલા ઘરની મુલાકાત લઈ આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...