ઉભા પાકને નુકસાનની ભીતિ:ભચાઉના લુણવા સુખપર પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતોમાં ચિંતા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉથી ટપપર જતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા પડેલા દેખાયા

કચ્છની ધોરી નસ સમી નર્મદાની મુખ્ય કેનાલમાં ભચાઉથી ટપ્પર વચ્ચેના લુણવા પાસે ગાબડા પડી ગયાનું સામે આવ્યું છે. નર્મદા કેનાલની મુખ્ય નહેરમાં 10 મીટર લાંબા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે જેના કારણે આસપાસના વાડી વિસ્તારના ખેડૂતોમાં કેનાલ તૂટવાનો ભય ઉભો થવા પામ્યો છે.

એક તરફ કચ્છ કિશાન સંઘ દ્વારા તાજેતરમાંજ નર્મદાના વધારાના પાણી મળવાની માગ સાથે જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને સરકારે પણ હકારાત્મક પ્રતિસાદ આપતા વહેલાસર વધારાનું પાણી પૂરું પડવાની હૈયા ધારણા આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ ભચાઉ નજીકની કેનાલમાં આ પ્રકારના ગાબડા પડતા આગામી સમયમાં વધુ પાણી કેનાલમાં વહેતુ થવાથી કેનાલ તૂટી પડવાનો અંદેશો ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. સંબધિત તંત્ર વહેલાસર કેનલનું સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.

કચ્છના માંડવી તાલુકાના મોડકુબા સુધી નર્મદાની મુખ્ય કેનાલનું કામ નિર્ધારિત કરવામાં આવ્યું છે પરંતુ આ કાર્ય હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. દરમ્યાન વાગડના રાપરથી અંજાર સુધીમાં નર્મદા કેનાલમાં અનેક વખત ગાબડા પડવાના બનાવ બની ચુક્યા છે ત્યારે હવે ભચાઉના લુણાવા સુખપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડેલા ગાબડા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ થયેલી કામગીરી પ્રત્યે સવાલો ઉભા કરી રહી છે. કેનલનું સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...