તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નખત્રાણાની પાટીદાર કન્યા છાત્રાલયમાં 154 બેડના ઓક્સિજન સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે સેન્ટરનો શુભારંભ કરાયો

હાલનો સમય ઉદ્ઘાટનનો નહીં પણ લોકોને જલ્દી સારવાર કેમ મળે એવા પ્રયાસોનો છે. એવું રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરે કોવિડ સેન્ટરના પ્રારંભે જણાવ્યું હતું.અને તમામ રૂમોની મુલાકાત લઈ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા તેંમજ જીલા ભાજપ ના પ્રમુખ દ્વારા કોવિડ પેસેન્ટ ને સાંત્વના આપી હતી.

કોરોનાના કપરા કાળમા લોકોને ઉપયોગી થવા ભાજપ કોંગ્રેસની એકતા નખત્રાણામા જોવા મળી હતી. ભાજપ કોંગ્રેસ બને એક થઈ મહામારી સામે લડી કચ્છને કોરોના મુક્ત કરાવશે. અને પક્ષ વિપક્ષ બને સાથે રહી નખત્રાણામા કોરોના મરીજો ની વ્હારે આવયા છે એવું રાજય મંત્રીએ કહ્યું હતું.

નખત્રાણાના. લખન દેસાઈએ કહ્યું કે હાલ કોરોના મહામારી ની બીજી લહેર મા સમગ્ર કચ્છ પ્રભાવિત છે અને આ મહામારી સામે જજુમવા પાટીદાર સમાજે નાનામા નાના માણસ ને કેમ સુરક્ષિત કરવો અને કેમ આ મહામારી માંથી ઉગાર્વો એવી સતત ચિતા કરતા નખત્રાણા પાટીદાર અગ્રણીઓએ પક્ષ વિપક્ષ ભૂલી એક થઈ કોઈજ પક્ષાપક્ષી ન કરી નખત્રાણા કન્યા છાત્રાલય મઘ્ધયે ટૂંકા ગાળા મા તમામ સુવિધા સજ્જ કોવિડ સેન્ટર ઉભું કરી મહામારી મા ભગીરથ કાર્ય કર્યું છે. જે સરાહનીય છે, એવી વાત શુભારંભ કરતા રાજ્ય મંત્રી વાસણ ભાઈ એ કરી હતી.

દીપ પ્રાગટય પ્રસંગે કહ્યું કે આ સમય દીપ પ્રાગટય કે રીબીન કાપવામા ન વિતાવી સંક્રમિતોને કેમ ઝડપી સારવાર મળે એવા પ્રયાસો સરકાર કરી રહી છે સરકારને પણ ઉપયોગી થવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનોએ બાથ ભીડી છે ત્યારે સહિયારા પ્રયાસ થી જરૂર કચ્છ કોરોના મુક્ત થશે સરકાર દ્વારા બહાર પડાયલ ગાઈડ લાઇન નું તમાંમ પાલન કરે અને કોરોના સામે રક્ષા કવચ વેકેસીન અવશ્ય લ્યો અને અનય લોકો ને પણ વેકસીન લેવા પ્રેરવા જણાવ્યયુ હતું.

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહે કહ્યું કે કોરોના સંક્રમિતોથી અળગા ભલે રહો પણ અણગમો ન કરો સાંત્વના માત્ર થી સાજા થઈ જવાયછે માટે આવા સંક્રમિતોને ડરાવો નહીં ડર નો માહોલ ઉભો ન કરો ખુલા વાતાવરણ મા રહો અને સરકાર દ્વારા જે પણ સૂચના મળે એનું પાલન કરાવો. આ કપરા કાળ મા પાટીદાર સમાજ દ્વારા પાયા ની સુવિધા ઉભી કરી પીડિતો ની વહારે આવ્યા છે આ સમાજ દ્વારા અનેક વખત મુશ્કેલીઓ ના સમય ના સેવા ની સુવાસ વ્હાવડવાઈ છે જે આવકાર દાયક છે પાટીદાર અગ્રણીઓ ની પીઠ થાબડી હતી.જીલા ભાજપ પ્રમુખ કેસૂભાઈ પટેલે કહ્યું કે આ કોવિડ સેન્ટર માંથી સારવાર લઈ હેમ ખેમ ઘરે પહોંચે એવી આમારી નેમ છે.

કોવિડ સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ઉપ પ્રમુખ ડો શાંતિલાલ સેઘાણી જીલા પચાયત ના નયના બેન પટેલ તા પચાયત પ્રમુખ જયસુખ ભાઈ પટેલ ભાજપ પ્રમુખ દિલીપ નારસિંઘણી કોંગ્રેસ પ્રમુખ રાજેશ આહીર કાનજી દાદા કાપડી ભરત ભાઈ સોમજીયાની પ્રવીણભાઈ ધોળું છગનભાઇ રાઈયાણી. પ્રવીણભાઈ ધનાની. લાલજીભાઈ રામાણી ડાયાલાલ સેઘાણી નૈતિક ભાઈ પાચણી ચંદનસિંહ રાઠોડ મામદ ખત્રી અમૃતલાલ ધોળું ઇશ્વર ભાઈ ભગત શૈલેસ પોકાર સુરેસ ભાઈ કાણજિયાની નીતિન ઠકકર સહિત ના ઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...