સૂચના:પ્રત્યક્ષ શિક્ષણ સાથે ફરજિયાત ઓન લાઈન ચાલુ રાખવું પડશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગે તકેદારી રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો
  • પરિવારના​​​​​​​ સભ્યને સંક્રમણ જણાય તો પણ છાત્રને શાળાઅે ન મૂકવા અાદેશ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 19મી ડિસેમ્બરે રાજ્યમાં અાવેલી તમામ બોર્ડની શાળાઅોમાં ધોરણ 1થી 12ના વર્ગોના શૈક્ષણિક કાર્યમાં સાવચેતીના ભાગરૂપે તકેદારી રાખવાની સૂચના અાપતો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં દરેક શાળાઅે અોફ લાઈન શિક્ષણની સાથે ફરજિયાત રીતે અોન લાઈન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની સૂચના અાપી છે.

અધિક સચિવ ભાવેશ અેરંડાઅે પરિપત્રથી વધુમાં જણાવ્યું છે કે, સક્ષમ કક્ષાના નિર્ણય અનુસાર રાજ્યમાં અાવેલી તમામ બોર્ડની શાળાઅોમાં ધોરણ 1થી 12ના વર્ગો માટે શિક્ષણકાર્ય પુન: શરૂ કરવામાં અાવ્યું છે. જે સંબંધે, રાજ્યમાં અાવેલી તમામ બોર્ડની સરકારી, ખાનગી અને અનુદાનિત શાળાઅોના શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઅોઅે વેક્સિનના બંને ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું. કોઈપણ વિદ્યાર્થીઅોમાં સંક્રમણના લક્ષણો જણાય તો તાત્કાલક નજીકના અારોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

શાળામાં કોઈ વિદ્યાર્થીમાં કોઈપણ રોગના ચિન્હ લક્ષણો જણાય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરજિયાત જાણ કરવાની રહેશે. તેઅોઅે સ્થાનિક અારોગ્ય તંત્રના સંપર્કમાં રહી પૂર્વ સંરક્ષણાત્મક પગલા ઝડપથી લેવાના રહેશે. તમામ વાલીઅોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે, પરિવારમાં કે બાળકમાં કોઈપણ રોગ ચિન્હ સંક્રમણના લક્ષણો જણાય તો તેવા સંજોગોમાં બાળકોને શાળાઅે મોકલવા નહીં, જેથી વધુ ફેલાવો વધતો અટકાવી શકાય અને ઉપચારાત્મક પગલા ઝડપથી લઈ શકાય.

અન્ય સમાચારો પણ છે...