વ્યવસ્થા:નવરાત્રિની પૂર્ણાહુતિ, ભુજમાં હમીરસર તળાવ નજીક ગરબા વિસર્જન માટે સુવિધા ઉભી કરવામા આવી

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકા અને રોટ્રેક્ટ કલબ ઓફ મિડટાઉનના સયુંકત ઉપક્રમે આયોજન હાથ ધરાયુ

અશ્વિન નવરાત્રિ પ્રસંગે માતાજીની આરાધના સાથે સ્થાપિત કરવામાં આવેલા ગરબાને આજે જિલ્લા મથક ભુજના લોકો અને વિવિધ નવરાત્રિ મંડળો દ્વાર શહેરના હમીરસર તળાવ ખાતે વિષર્જન કર્યું હતું. પરંતુ લોકોની આસ્થા પણ જળવાઈ રહે અને પ્રકૃતિને પણ નુકશાન ના પહોંચે સાથે તળાવની શોભા પણ જળવાઈ રહે તે હેતુસર સ્વૈચ્છીક સંસ્થા અને સ્થાનિક નગરપાલિકાના સયુંકત ઉપક્રમે ગરબા એકત્રીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ભુજ નગર પાલિકા અને ભુજ રોટ્રેક્ટ કલબ ઓફ મિડટાઉન દ્વારા હમીરસર તળાવમાં ગરબા વિષર્જનથી પાણીમાં પ્રદુષણ ના ફેલાય તથા તેની શોભા પણ ટકી રહે તે હેતુસર લોકોની આસ્થા જળવાઈ રહે તેવી રીતે તળાવના કિનારે પધરાવવામાં આવતા ગરબા એકત્ર કરી માર્ગ પરના કિનારે ઉભેલા સુધારાઈના ટ્રેક્ટરમાં કર્મચારીને સોપવામાં આવ્યા હતા. આ માટે પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે લોકોને ગરબા તળાવના બદલે ઉભી કરેલી વ્યવસ્થા મુજબ પધરાવવા લોકોને અપીલ કરી હતી. રોટ્રેક્ટ ક્લબના મોનિલ શાહ વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. તમામ ગરબાઓને માંડવીના દરિયામાં અથવા વચ્ચે પાણીનો પૂરતો સ્ત્રોત ધરાવતા હોય અને જળચર પ્રાણીને નુકશાન ના પહોંચે એવા તળાવમાં સુધારાઈ દ્વારા પધરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...