સૂચના:કચ્છના અટકેલા રસ્તાઓના કામ તાત્કાલિક પૂર્ણ કરો : ડો. નીમાબેન

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાઓ મંજૂર થયા બાદ મંદ ગતિએ ચાલતા કામ બાબતે વિધાનસભા અધ્યક્ષે બેઠક બોલાવી
  • માર્ગ મકાન વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવેના અધિકારીઓને આપી સૂચના

કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના રાજય હસ્તકના રસ્તાઓ, પંચાયત હસ્તકના રસ્તાઓ તેમજ નેશનલ હાઇવેના રસ્તાઓના સંબંધિત અધિકારીઓ સાથે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એક બેઠકનું આયોજન કર્યુ હતું, જેમાં કચ્છના જે તાલુકાઓમાં અટકેલા રસ્તાઓના કામો અંગેની વિગતો મેળવી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવા સુચના આપી હતી.

નીમાબેન આચાર્યએ આપેલી સૂચના માં મુખ્યત્વે ભુજના મુખ્ય રીંગરોડને રીસરફેસીંગ માટે કુલ 21 કામોમાં જોબનંબર ફાળવવા તાકીદ કરી હતી, તો નખત્રાણા માતાના મઢ સ્ટેટ હાઇવે પર મથલ આગળના પુલમાં ગાબડા પડી ગયા હતા તેને સત્વરે રસ્તો બનાવવા મારગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને સૂચના આપી હતી. વર્ષોથી કચ્છના બે મહત્વના ફ્લાય ઓવર ભુજોડી બ્રીજ તથા ભચાઉ પાસેના બ્રીજનું કામ ત્વરીત ચાલુ કરાવવા જોબ નંબરમાં ફેરફાર કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ગાંધીધામ તાલુકાના (ચાર કામના) રસ્તાઓની દરખાસ્ત પૈકી વરસામેડી - વેલ્સપન રોડનું વાઇડનીંગ અને મજબૂતીકરણ, કિડાણા ગામથી ભારાપર બાયપાસ રોડ સુધી સી.સી.રોડ, ગળપાદર નેશનલ હાઇવેથી જગન્નાથ મંદિર સુધી સી.સી.રોડ અને ગળપાદર નદી બ્રીજથી જૂની રેલ્વે લાઇન સુધી રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા. આ ઉપરાંત ઘડૂલી થી સાંતલપુર રોડ અંગેની સમીક્ષા માટે NHAI ના અધિકારીઓ સાથે બેઠકના આયોજન માટે સૂચના આપી.

ઓવરબ્રિજ કામ મજબૂતી બાબતે પણ અધ્યક્ષા તપાસ કરે
ભૂજોડી પાસે બાર વર્ષથી ધીમી ગતિએ બનતા ઓવરબ્રિજ બાબતે ખરેખર વિધાનસભા અધ્યક્ષા નિષ્પક્ષ તપાસ કરે તો તેના વિલંબ બાબતે વધુ વિગત પ્રકાશમાં આવે. વાલેચા કંપની દ્વારા કરાર કર્યા મુજબની મુદ્દતમાં પૂરું કરવાનું કામ શા માટે હજુ પણ ચાલે છે, પેટા કોન્ટ્રાકટર કામ મૂકીને શા માટે ચાલ્યા જાય છે અને મુખ્ય તો આઠ વર્ષ અગાઉ પાયાનું કામ છે તે કેટલું તકલાદી છે તેની વિગત લોકો સમક્ષ મૂકવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...