સમસ્યા:વેગીલા વાયરાથી ભુજમાં વીજ વિક્ષેપની ફરિયાદો બેવડાઇ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 125થી વધુ સ્થળે લાઇટ ડૂલ, મરંમત માટે ટીમ દોડતી રહી

દિવસભર ફુંકાયેલા વેગીલા વાયરાને કારણે અનેક સ્થળે વીવ વાયરને ક્ષતિ પહોંચવાના બનાવ બનતાં સામાન્ય દિવસોની તુલનાએ વીજ વિક્ષેપની ફરિયાદ બેવડાઇ હતી. સાંજ સુધી 125થી વધુ સ્થળે પાવર કટ થયાની ફરિયાદ આવી હતી જેની મરંમત માટે ટીમો દોડતી રહી હતી.શહેર પેટા વિભાગ-1માં સામાન્ય દિવસોમાં 30થી 35 જેટલી લાઇટ ડૂલ થવાની ફરિયાદ આવે છે જે વધીને બુધવારે 65 જેટલી થઇ હોવાનું નાયબ ઇજનેર જી. વી. ચૌહાણે કહ્યું હતું. આવીજ રીતે પેટા વિભાગ-2માં પણ વીજ પુરવડો ખોરવાયા અંગેની ફરિયાદ બેવડાઇને 80ની આસપાસ પહોંચી હતી. સિટી-1 અને 2માં ફરજ બજાવતી ટેકનિકલ ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે દિવસભર દોડતી રહી હતી.

મીટર રીડિંગ સાથે લાઇટ બિલ આપવાનું શરૂ
લોક ડાઉનને કારણે વીજ ગ્રાહકોને પ્રોવિઝનલ વીજ બિલ અપાયા હતા પણ હવે અનેક છૂટછાટ મળતાં કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સ કેટેગરીમાં મીટર રીડિંગ સાથે બિલ આપવાનું શરૂ કરાયું છે. કચ્છના વીજ વડા અમૃત ગરવાએ જણાવ્યું હતું કે, હાલે થ્રી ફેઝના વીજ બિલ અપાઇ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...