તપાસ:હવે નંબર પ્લેટના ખોટા રિપોર્ટ બન્યા હોવાની LCBમાં ફરિયાદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ પોલીસ મથકમાંથી નિકળેલા રિપોર્ટ અંગે પોલીસે તપાસ શરુ કરી

આરટીઓમાં નંબર પ્લેટ લગાવવા માટે પોલીસ રિપોર્ટનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે હવે ગાંધીધામ પોલીસ મથકેથી ઇસ્યુ થયોલા પોલીસ રિપોર્ટ ખોટા હોવા અંગે એલસીબીમાં ફરિયાદ કરાઇ છે, જે અંગે ભુજ એલસીબીએ તપાસનો દૌર શરુ કર્યો છે. કોઇપણ વાહનની નંબર પ્લેટ ખોવાઇ ગઇ હોય તો આરટીઓમાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ નવી લગાવવા માટે પોલીસ મથકે અરજી, વાહનની આરસી બુક અને આધારકાર્ડ રજુ કરી રિપોર્ટ મેળવવાનો રહે છે જે મળ્યા બાદ જ નંબર પ્લેટ લગાવી શકાય છે.

નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓમાં રજુ થયેલો ગાંધીધામ પોલીસ મથકનો સહી-સિક્કા વાળો રિપોર્ટ ખોટો હોવા અંગે એલસીબીમાં ફરિયાદ કરાઇ છે. એક એજન્ટે નંબર પ્લેટ લગાવવાના વધુ રુપિયા કહ્યા બાદ બીજા એક એજન્ટે ઓછા પૈસામાં નંબર પ્લેટ લગાવી આપી હોવાથી આ ફરિયાદ કરાઇ હોવાનો સુર વ્યકત થયો હતો. ગાંધીનગર પાસિંગના આ વાહનની નંબર પ્લેટ લગાવવા માટેનો રિપોર્ટ ખરેખર ગાંધીધામ પોલીસ મથકેથી જ ઇસ્યુ થયો હોવાનો એજન્ટ વર્તુળમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે એલસીબીના પીએસઆઈ હાર્દિકસિંહ ગોહીલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, નંબર પ્લેટ માટે નિકળેલો રિપોર્ટ ખોટો બનાવ્યો હોવા અંગે ફરિયાદ મળી છે, કયા એજન્ટે આ નંબર પ્લેટ બનાવી છે અને રિપોર્ટ કોણે આપ્યો તેમજ ગાંધીધામ પોલીસ મથકેથી જ રિપોર્ટ ઉસ્યુ થયો છે કે કેમ તે અંગે તપાસ શરુ કરાઇ છે.

RTOમાં 5 દિવસ સુધી રજા જેવો માહોલ
શુક્રવારે દશેરા બાદમાં શનિ અને રવિવાર રજા હતી, તો સેમવારે એક દિવસ ચાલુ રહ્યા બાદ મંગળવારે ઇદો મિલાદની રજા હોવાથી પાંચ દિવસ રજાનો માહોલ જોવા મળ્યો હતો. લાયસન્સની કામગીરીને લગતા અધિકારીઓ હાજર ન હોવાના કારણે દિવાળી પછી આવજો તેવું એજન્ટોએ અરજદારોને જણાવ્યું હતું. જો કે આ અંગે આરટીઓમાં તપાસ કરતા તમામ અધિકારી હાજર જણાયા હતા. એજન્ટો રજાના તેમજ તહેવારના દિવસોમાં વ્યસ્ત હોવાના કારણે અરજદારોને અધિકારી હાજર ન હોવાનું બહાનું ધરી દેતા હોય છે પણ ખરેખર અરજદારોને કાંઇ કામ હોય તો કચેરીએ જવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...