ફરિયાદ:પૂર્વ MLAને STની બસમાં મફત મુસાફરી મુદ્દે ફરિયાદ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માજી ધારાસભ્ય પરિષદે અમલવારી કરવા કહ્યું
  • કોઈ રજુઅાત અાવશે તો વિભાગને જવાબદાર ગણી પગલા ભરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના વાણિજય વ્યવસ્થાપકે વિભાગીય નિયામકને પત્ર લખી પૂર્વ ધારાસભ્યને નિ:શુલ્ક મુસાફરીની સવલત પૂરી પાડવા અને તે અંગેના પરિપત્રની ચૂસ્તપણે અમલવારી કરવા સૂચના અાપી છે. જો અામ છતાં ફરિયાદ કે રજુઅાત અાવશે તો વિભાગની જવાબદારી ગણી જરૂરી પગલા ભરવામાં અાવશે અેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

વિભાગીય નિયામકને 17મી નવેમ્બરે લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર તરફથી પત્ર મળ્યો છે, જેમાં ગુજરાત અેક્સ અેમ.અેલ.અે. કાઉન્સિલે નિગમની બસોમાં પૂર્વ ધારાસભ્યોને નિ:શુલ્ક મુસાફરીની સવલત પૂરી પાડવા બાબતે નિગમના પરિપત્રનો સંપૂર્ણ રીતે અમલ કરવા જણાવ્યું છે.

નિગમની બસોમાં પૂર્વ ધારાસભ્યને નિગમની બસોમાં નિ:શુલ્ક મુસાફરી કરવા અંગે જરૂરી સૂચનાઅો અાપવામાં અાવી છે. જે પરિપત્રની પુન: દરેક ડેપો મેનેજર અને ડેપો ઈનચાર્જ સ્ટાફ, ક્રૂ મેમ્બર અને લાઈન ચેકિંગ સ્ટાફને માહિતગાર કરવા જરૂરી સૂચન કરવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...