તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બે શિક્ષિકાની સીઆરબી અને બે શિક્ષકો સહિત 6સામે નોધાવી છેડતીની પ્રતિ ફરિયાદ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સર્વેક્ષણની કસોટીમાં ગેરરીતી મામલે વિવાદ ગરમાયો
  • નાની અરલ અને આંણદસરની બે શિક્ષકાઓનો હાથ પકડી ઢસડીને બહાર કાઢ્યા હતા

નખત્રાણા તાલુકામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણની ચાલી રહેલી પરિક્ષામાં શિક્ષકોના બે સંઘઠનોમાં સમર્થન અને વિરોધના અંગે મામલો ગરમાયો છે. નાની અરલ અને વિથોણમાં હંગામો મચાવીને ફરજમાં રૂકાવટ સબબ બે શિક્ષિકાઓ સામે અલગ અલગ બે ફરિયાદ નોંધાયા બાદ બન્ને શિક્ષિકાઓએ સીઆરબી અને બે શિક્ષકો સહિત 6 લોકો સામે છેડતીની પ્રતિ ફરિયાદ નોંધાવતાં શિક્ષકગણમાં ચકચાર મચી જવા પામી છે.

નખત્રાણા પોલીસ મથકમાં નખત્રાણા પોલીસ લાઇન પ્રાથમિક શાળાના શિક્ષિકા અને પ્રાથમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ છાયાબેન રજનીકાંત પટેલે સીઆરસી કોર્ડીનેટર વિનોદભાઇ રઘાભાઇ પ્રજાપતી, દેવીસર ગૃપ શાળાના આચાર્ય રામુભા વિસાજી જાડેજા, નાની અરલ શાળાના આચાર્ય વિપુલસિંહ પ્રતાપસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, નાની અરલ ખાતે ચાલી રહેલી પરિક્ષામાં મોટે પાયે ગેરરીતી આચરાતી હોવાથી ફરિયાદી શિક્ષિકા તેમના પતિ સાથે ગયા હતા ત્યારે નખત્રાણાના શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજાએ તેઓને અટકાવ્યા હતા.

તે સમયે શાળાના આચાર્ય વિપુલસિંહ ઓફિસમાં પેપર લખી રહ્યા હતા. ત્યારે ફરિયાદી શિક્ષિકાએ અવાજ ઉઠાવતાં અને બહાર આવીને શાળાના આચાર્યએ ફરિયાદી શિક્ષિકાનો હાથ પકડીને બહાર કાઢ્યા હતા. અને ફરિયાદીના પતિને ધકો માર્યો હતો.

તો, વિથોણ ખાતે પરિક્ષામાં થતી ગેરરીતી મુદે આંણદસરના શિક્ષિકા અને પ્રાથમિક શિક્ષણસંઘના મંત્રી બિનાકાબેન મહેશભાઇ ગોસ્વામીએ રાડા રાડ કરતાં ત્યારે બીઆરસી કોર્ડીનેટર દેવેન્દ્રભાઇ અંબાલાલ પટેલ અને સીઆરસી કોર્ડીનેટર મનોજભાઇ પ્રભુભાઇ મકવાણા અને વિથોણ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય હરેશકુમાર જયંતીલાલ માણવદરીયાએ ફરિયાદી શિક્ષિકાનો હાથ પકડી બહાર કાઢ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...