તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વ્યાજે આપેલા નાણા પરત મળી ગયા છતાં ચેક બાઉન્સ કરાતા છેતરપિંડીની ફરિયાદ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસ.પી.ના લોક દરબારમાં યુવકે હાજર રહી રજૂઆત કરતા એ ડિવિ.માં નોંધાયો ગુનો
  • 50 હજારની સામે બંને ભાઇના ચેક લેવાયા હતા, નાણા આપ્યા તોય ચેક પરત ન આપ્યા

ગત 2019 જૂન માસમાં ભુજના યુવકે 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરે બંને ભાઇના કોરા ચેક લીધા હતા. થોડા સમય બાદ વ્યાજ સમેત નાણા ચુકવી લીધા હતા પણ ગેરંટી પેટે લેવાયેલા ચેક પરત અાપ્યા ન હતા, બાદમાં ચેક પોતાના મિત્રને અાપી દીધો હોવાનો બહાનું ધરી દઇ બંને ભાઇના ચેક બેંકમાં નાખી દઇ કોર્ટ મારફતે નેગોશિયેબલ અેક્ટ તળે નોટિસ મોકલાવાઇ હતી.ે ભોગગ્રસ્ત યુવક પશ્ચિમ કચ્છ અેસપીના લોક દરબારમાં હાજર રહી રજૂઅાત કરતા ચારેય સામે છેતરપિંડી અને નાણા ધીરધારની કલમ તળે ફોજદારી નોંધાવી હતી.

સમગ્ર બનાવ અંગે સંજય ભુપેન્દ્રગીરી ગોસ્વામી (રહે. ભુજ)વાળાઅે મનહરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નીરજ જશવંતરાય જેઠી, વિશાલ પ્રતાપ ગોસ્વામી અને સ્મિત ભરતભાઇ ગોસ્વામી (રહે. ચારેય ભુજ)વાળા સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીઅે 10 ટકાના ઉંચા વ્યાજદરે 50 હજાર રૂપિયા મનહર ઝાલા પાસેથી વ્યાજે લીધા હતા,જેમાં ગેરંટી પેટે ફરિયાદી અને તેના ભાઇનો કોરો ચેક લીધો હતો.

ગત વર્ષે અોક્ટોબર 2019માં વ્યાજ સમેત 50 હજાર રૂપિયા મનહરને ચૂકવી દેવાયા હતા બાદમાં કોરા ચેક લેવા પહોંચ્યા તો અોફીસ બંધ છે ચાર-પાંચ દિવસ બાદ લઇ જશો તેમ કહ્યું હતું. જો કે, અવાર નવાર ચેકની માગણી કર્યા બાદ ચેક પરત અાપ્યા ન હતા અને જણાવેલ કે ચેક નીરજ જેઠી લઇ ગયેલ છે જેથી નીરજ જેઠીને ફોન કરતા તેણે વિશાલ ગોસ્વામી પર વાત ફેંકી હતી.

તા.23-7-2019ના વકીલ મારફતે ચેક બાઉન્સ થયો હોવાની નોટીસ મોકલાવી ભુજ ચીફ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. તો ફરિયાદીના ભાઇના ચેકમાં છ લાખ રૂપિયાની રકમ ભરી તેના સામે પર ભુજ કોર્ટમાં નેગોશિયેબલ અેક્ટ હેઠળ કેસ દાખલ કરાવાયો હતો.ફરિયાદીઅે બંને સામે પગલા લેવા માટે ગત વર્ષે અે ડિવિજન મારફતે અરજી કરી હતી પણ મનહરસિંહ ઝાલાના સબંધી પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હોવાથી નિવેદન લઇ મામલો સુલટાવી દેવાયો હતો.

અગાઉ અેક યુવકે અાપઘાત પણ કર્યો હતો
મનહરસિંહ ઝાલા છેલ્લા કેટલાક સમયથી વ્યાજવટાઉનો ધંધો કરે છે, જે તે સમયે તેનો પાર્ટનર ચિરાગ ગોસ્વામી હતો. બંને જણાના ત્રાસથી અેક યુવકે અાપઘાત પણ કર્યો હતો. મનહરસિંહ ઝાલા અને તેની ટોળકી સામે પગલા ભરવા અે ડિવિઝન પોલીસ મથકે ધા નખાઇ હતી પણ અે જ પોલીસ સ્ટેશનમાં બનેવીનો ભાઇ ફરજ બજાવતો હોવાથી કોઇ પગલા ભરાયા ન હોવાની વાત જાણવા મળી છે.

અેસ.પી.ના લોક દરબાર બાદ ફરિયાદનો દોર શરૂ
લોકો વ્યાજખોરોના ત્રાસથી અાત્મઘાતી પગલા ભરતા હોય છે તો અમુક બદનામી ન થાય તે માટે ભુજ મુકી ચાલ્યા જતા હોય છે. ભુજમાં અનેક કિસ્સાઅો બન્યા છે જે લોકો પોલીસ ફરિયાદની તસ્દી લેતા નથી. SP સાૈરભ સીંઘે લોક દરબાર યોજયા બાદ વ્યાજખોરો સામે ફરિયાદોનો દોર શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...