ફરિયાદ:સાંઘીમાં છરીથી હુમલાના કેસમાં 4 સામે હત્યાના પ્રયાસની ફરિયાદ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયોર પોલીસે ગુનેગારોને ઝડપી લેવા વાડી, સીમાડામાં તપાસ તેજ કરી

અબડાસા તાલુકાના સાંઘીપુરમ કોલોની પાસેની હોટલ પર કંપનીમાં હાજરી મામલે બે ભાઇઓ પર છરીથી હુમલાના ચકચારી બનાવમાં વાયોર પોલીસે ચાર શખ્સો વિરૂધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને નજીકના વાડી વિસ્તાર અને સીમાડાઓમાં આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

વાયોર પોલીસે ભોગબનાર ભસરીયા ઇસ્માઇલ જત (ઉ.વ.25)ની ફરિયાદ પરથી અકરી ગામના આરોપી રવિરાજ અનુભા જાડેજા, અનુભા ભૂપતસિંહ જાડેજા, બિજરાજસિંહ જયુભા જાડેજા અને મુળરાજસિંહ રણજીતસિંહ જાડેજા સામે આઇપીસી કલમ 307,326,323,294(ખ), 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના મોટાભાઇ ઇબ્રાહિમ ઇસ્માઇલ જતે આરોપી અનુભાને કામની હાજરી કાપવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી ચારેય આરોપીઓ મોટર સાયકલથી ઇબ્રાહિમની હોટલ પર આવ્યા હતા.

અને ગાળા ગાળી કરીને ઇબ્રાહિમને રવિરાજસિંહએ છાતીના ડાબા ભાગે અને પેટના ભાગે છરી મારી હતી. ફરિયાદીનો નાનો ભાઇ અબુભખર છોડાવવા વચ્ચે પડતાં છાતીના વચ્ચેના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાયોર પોલીસ આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...