ક્રાઇમ:મુંદરામાં ફરી દારૂ પીધેલા બે એસટી ડ્રાઇવર સામે ફરિયાદ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હારીજનો ડ્રાઇવર નશાની હાલતમાં બીજીવાર પકડાયો

ગત 22 ઑગસ્ટે મુંદરા એસટી ડેપોમાં પીધેલી હાલતમાં ડ્રાઇવર પકડાયાની ધટના બાદ ગુરૂવારે બપોરે ફરિ બે ડ્રાઇવરો પીધેલી હાલતમાં હોવાની પોલીસને જાણ થતાં તાત્કાલિક નાની ખાખરના અને હારીજના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા એસટી ડેપો મેનેજર અરવિંદ બરંડાએ ગુરૂવારે બપોરે બે વાગ્યાના અરસામાં પોલીસ મથકે રૂબરૂ આવી ફરિયાદ આપી હતી તેમના વર્કશોપમાં બે ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં છે. પોલીસે વર્કશોપમાં જઈ 48 વર્ષિય સમરતદાન આઈદાન ગઢવી (દેથા) (રહે. હારીજ) અને 54 વર્ષિય દેવુભા મુળુભા જાડેજા (રહે. નાની ખાખર, માંડવી)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યાં હતા. પોલીસે જણાવ્યું કે બંને જણાંની આંખો નશાથી લાલઘુમ હતી. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી અને બેઉ લથડીયાં ખાતાં હતા.

બંને સામે પોલીસે પ્રોહિબિશનની ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમરતદાન ગઢવી અગાઉ 22 ઑગસ્ટના પણ પીધેલી હાલતમાં પકડાયો હતો. પોલીસે દારૂડીયા ડ્રાઇવરો વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ખાસ કરીને લાંબા રૂટની બસના ડ્રાઇવરો દારૂના નશામાં ચકચુર થઇને પોતાની સાથે બસમાં બેઠેલા મુસાફરોના પણ જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવા દારૂિડયા ડ્રાઇવરો સામે પોલીસ અને એસ.ટી. તંત્ર દ્વારા કડક રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...