તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:રાપરના બાલાસર ગામે સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરાતા ત્રણ સામે ફરિયાદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પોક્સો હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર ગામે એક સગીરા સાથે ગામનાજ ત્રણ નરાધામોએ ગેરવર્તાવ કર્યો હતો. જેમાં એક આરોપીએ સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો તો અન્ય બે શખ્સોએ તેને મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

વાગડ વિસ્તારમાં છેડતી સહિતના ગુન્હાહિત કૃત્યોનું ચલણ વધી ગયું હોય તેમ એક બાદ એક સામે આવતા બનાવોથી લાગી રહ્યું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીઓ મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. વધુ એક ઘટના રાપરના બાલાસર ગામે બની હતી જેમાં એક સગીર વયની કન્યા જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગામના રઘુવીરસિંહ મહિપતસિંહ વાઘેલાએ તેનો દુપટ્ટો ખેંચી લઈ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા સહ આરોપી રાજદીપસિંહ મહિપતસિંહ વાઘેલાએ ગાળો આપી હતી. રામદેવસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ સમગ્ર બનાવમાં મદદગારી કરતા ત્રણેય આરોપી વિરુદ્ધ પોકસો કલમ તળે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...