તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોડાયના બાયોડીઝલ પંપના સંચાલક સામે ચાર માસની તપાસ બાદ ફરિયાદ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.જે. એન્ડ સન્સ નામની પેઢી પર દરોડો પડ્યો હતો

જૂલાઈમાં માંડવીના કોડાયમાં આવેલા એસ.જે. એન્ડ સન્સ નામની પેઢીના બાયો ડીઝલ પંપ પર મામલતદારે દરોડો પાડ્યો હતો. ચાર મહિનાની સઘન તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે પેઢીના માલિકે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે બાયો ડીઝલ પંપ શરૂ કર્યો છે, જેથી ચાર માસ બાદ માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી. સમગ્ર મામલાની વિગતો એવી છે કે, કોડાયમાં ધ વિલેજ રીસોર્ટ નજીક આવેલા એસ.જે. એન્ડ સન્સ નામની પેઢીના માલિક આદિલ હસન ખોજાએ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે લાયસન્સ વગર ગેરકાયદે બાયો ડીઝલ પંપ શરૂ કરવા અંગે ફોજદારી નોંધાવાઇ છે.

જેના પંપ પર ચાર માસ પુર્વે પરમામલતદારે દરોડો પાડ્યો હતો. ચાર મહિનાની સઘન તપાસ અને એફએસએલમાં મોકલાયેલાં નમુનાના પરીક્ષણ બાદ સ્પષ્ટ થયું છે કે પેઢીના માલીકે કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે લાયસન્સ વગર ગેરકાયદે બાયો ડીઝલ પંપ શરૂ કર્યો હતો. બનાવ સંદર્ભે માંડવીના ઈન્ચાર્જ મામલતદાર નીલામ્બિકા બારડે વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ પંપ સંચાલક-માલિક આદીલ ખોજા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો