તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:સુરજબારી ટોલ ગેટ પર 3 કલાક બબાલ કરી ટ્રાફિક જામ સર્જનારા ઈસમ સામે ફરિયાદ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પર ચાલકે ટોલનાકા કર્મચારીઓને ગાળો આપી હોવાની ફરિયાદ

"વાગડ સૌથી આગળ" આ સૂત્રને ખોટી રીતે અનુસરીને ભચાઉ તાલુકાના જંગી ગામના એક ડ્રાઈવરે પોતાની ટ્રક આગળજ જશે પાછળ તો નહીંજ લેવાય. એમ વટભેર સાથે કહીને સુરજબારી ટોલ પ્લાઝા ઉપર ધમાલ મચાવી ત્રણ કલાક સુધી ટ્રાફિકજામ કરી મુક્યો હોવાની લેખિત ફરિયાદ સુરજબારી ટોલ પ્લાઝાના મેનેજરે સમાખીયાળી પોલીસ મથકે કરી છે.

લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર બપોરે ત્રણ વાગ્યે સુરજબારી ટોલ પ્લાઝાના બુથ ન. 1 પરથી ફાસ્ટ ટેગ વગરની એક સ્વીફ્ટ આવી ચડતા તેને અન્ય બુથમાંથી પસાર થવાનું કહ્યું હતું. અને કારણે રિવર્સમાં લેવા જણાવ્યું હતું પરંતુ આ કારની પાછળ બે ડમ્પર ઉભા હતા. જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકને ટોલ કર્મી દ્વારા વાહન પાછળ લેવાનું જણાવતા તેના ચાલક પચાણ પબા રબારીએ ઉશ્કેરાઈ ગયો હતો. અને હું આજ બુથમાંથીજ નીકળીશ, મારુ ડમ્પર પાછું નહીં હટે.

ચાલકને સમજાવવા સુરક્ષા કર્મી સાથે જતા પચાણ રબારીએ અન્ય ડમ્પર ચાલકોને બોલાવી ટોલ બુથ ઊપર અંદાજિત ત્રણ કલાક જેટલા સમય સુધી ટ્રાફિકજામ કરાવ્યો હતો. તેમાં એમયુલન્સ સહિતના વાહનો ફસાઈ ગયા હતા. અને ટોલ પરના સુરક્ષા કર્મચારીઓ સાથે મારકૂટ કરી , ટોલબુથ પર ધમાલ મચાવી નાશી ગયા હતા. અને ધમકી પણ આપી હતી કે ધ્યાન રાખજો નહિતર અહીં પણ સમાખીયાળી ટોલ વાળી કરવી પડશે .

અન્ય સમાચારો પણ છે...