તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બેન્કર્સ કોલોનીમાં 4.36 લાખના દાગીના-રોકડ ચોરી થતા કામવાળી સામે ફરિયાદ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાઅે ચોરી થઇ હોવાની વાત કરતા મહિલા ઉશ્કેરાઇને ચાલી જતા શંકાઅો પ્રબળ બની
  • 1લી અેપ્રિલથી જૂન સુધી 173 ગ્રામ સોનુ, 40 હજાર રોકડા અને બે મોબાઇલ ચોરી લીધા

શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે બેન્કર્સ કોલોનીમાં રહેતા વૃદ્ધ દંપતીના મકાનમાંથી 1લી અેપ્રીલથી અાજ દિવસ સુધીમાં 173 ગ્રામ સોનાના દાગીના, 40 હજાર રોકડા અને બે મોબાઇલ મળી કુલ 4.36 લાખની માલમતા ચોરી થઇ જતા વૃદ્ધાઅે રસોઇવાળી મહિલા સામે ફોજદારી નોંધાવી હતી. વૃદ્ધાઅે ચોરી થઇ હોવાની વાત કરતા કામવાળી ઉશ્કેરાઇ જઇ ચાલી ગઇ હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અનસુયાબેન જયંતીલાલ પોલરા (ઉ.વ.73)વાળાઅે પોતાના ઘરે રસોઇકામ કરતી ભારતીબેન સલાટ (રહે. શની મંદીર સામે,ભુજ)વાળા સામે ઘરમાંથી દાગીના, રોકડ અને મોબાઇલ ચોરી જવા અંગે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદીના પતિ તા 16-6ના મુંબઇ ગયા હોઇ તેઅો પોતાના કબાટમાંથી વસ્તુ લેવા માટે ગયા હતા ત્યારે દાગીના દેખાયા ન હતા. સોનાની બંગળી ચાર 50 ગ્રામ કિંમત 1 લાખ, સોનાનુ મંગળસુત્ર 1 22 ગ્રામ કિંમત 12 હજાર, સોનાની કંઠી 11 ગ્રામની કિંમત 10 હજાર, સોનાની બે ચેઇન 20 ગ્રામ કિંમત 14 હજાર, જેન્ટસ ગુરુ નંગની વીંટી 5 ગ્રામ કિંમત 40 હજાર, ડાયમન્ડ સોનાની વિંટી 5 ગ્રામ કીંમત 60 હજાર, લેડીઝ ડાયમન્ટ વીંટી 3 ગ્રામ કિંમત 25 હજાર, સોનાના પાટલા નંગ 2 46 ગ્રામ કિંમત 1,10,000, સોનાના લોકેટ બે 11 ગ્રામ કિંમત 15 હજાર, બે મોબાઇલ કિંમત 10,500 અને રોકડ 40 હજાર મળી કુલ 4,36,500નો મુદ્દામાલ ચોરી થયો હોવાની હકીકત સામે અાવી હતી. ચોરીની વાત કામવાળી બહેનને કરતા તે ઉશ્કેરાઇ જઇ ચાલી ગઇ હતી અને અાજ દિવસ સુધી કામપર અાવવાનું બંધ રાખ્યું હતું.

સ્ટેશન રોડ પર ધોળા દિવસે દુકાનમાંથી 10 હજાર રોકડ ચોરાઇ
શહેરના ન્યુ સ્ટેશન રોડ પર અાવેલી દુકાનમાં મંગળવારે બપોરે દુકાન માલિક અેલ્યુમિનિયમનો સેકશન લોક કરી જમવા ગયા બાદ પરત અાવીને જોતા કોઇઅે લોક તોડીને કાઉન્ટરમાં રહેલા 10 હજાર ચોરી જતા અે ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, દિનેશ મોતીરામ ચાૈધરી (રહે. હાલ રઘુવંશી નગર, મુળ બારમેડ)વાળાની ન્યુ સ્ટેશન રોડ પર અાવેલી ક્રિષ્ના અેન્ટરપ્રાઇઝ નામની દુકાન બંધ કરી મંગળવારે બપોરે તેઅો ઘરે જમવા ગયા હતા, બાદમાં પરત બે વાગ્યે દુકાને અાવતા અેલ્યુમિનિયમનું સેકશન ખુલ્લુ દેખાયું હતું અને કાઉન્ટરમાં રાખેલી દસ હજાર રોકડ ચોરી કરી જવાઇ હતી. અે ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની તજવીજ હાથ ધરી હતી.

કામવાળીઅે પુત્રના લગ્ન ધામધુમથી કરતા શંકા ગઇ
ફરિયાદીઅે લખાવ્યું હતું કે, ભારતીબેનના પુત્રના લગ્ન હતા જે ધામધુમથી કર્યા હતા અને પુત્રવધુને સોનાનું મંગળસુત્ર અને જમાઇને સોનાની વીંટી અાપી હતી. અામ ઘરે રસોઇકામ કરતી મહિલા ધામધુમથી પોતાના દિકરાના લગ્ન કરતા શંકાના વાદળ ઘેરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...