વિવાદ:વેપારી પાસે વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે ફરિયાદ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા અપાવનારા મિત્રની કારના કાગળો, બે કોરા ચેકોમાં સહી કરાવી લીધી

ભુજમાં આશાપુરા રીંગ રોડ મધ્યે રહેતા અને ચાંદીના દાગીનાના પાથલ બનાવાનું કામ કરતા વેપારી પિતા-પુત્ર પાસેથી વ્યાજે આપેલા નાણાં અંગે પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી કરતા વ્યાજખોર વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વ્યાજે નાણાં ધીરનાર દ્વારા વેપારી િપતા-પુત્ર પાસેથી પઠાણી ઉઘરાણી કરાતાં અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરા રીંગ રોડ પર હવેલી ફળિયા ચોક ખાતે રહેતા રીતેશ અરવિંદભાઈ ભાનુશાલીએ આરોપી ધીરેન જોષ રહે પ્રમુખ સ્વામીનગર સરકારી વસાહત વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમને પોતાના વ્યવસાય માટે રૂપિયાની જરૂર પડતાં મિત્ર મહેશભાઇ સોની મારફતે આરોપી પાસેથી દોઢ લાખ 6 ટકાના વ્યાજ પર લીધા હતા. ત્યાર બાદ વધુ 25 હજાર ડાયરીથી રોજે રોજ નાણા ચુકવવાની શરતે લીધા હતા.

બાદમાં દોઢ લાખના વ્યાજના 63 હજાર અને 25 હજાર ડાયરીના રોજ પેટે 6 હજાર ચુકવી દીધા બાદ બાકી નાણા ચુકવી ન શકતાં આરોપી ધીરેન જોષીએ વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે ફોન પર ધાક-ધમકી કરી અને ફરીયાદીના પિતા અરવિંદભાઈની દુકાને જઈ ગાળાગાળી અને ધાકધમકી કરી તેમના મિત્ર મહેશભાઈ સોની મારફતે કોર્પોરેશન બેંકના બે કોરા ચેકમાં સહી કરાવી અને મહેશભાઈની અલ્ટો કારની અસલ આરસી બુક અને ટીટીઓ ફોર્મમાં બળજબરી પૂર્વક સહી કરાવી લેતા આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાણા ધીરનારા આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...