તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી પોતે પરણીત હોવા છતાં કરતો હતો દબાણ

ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કેળવી પોતે પરણિત હોવા છતાં લગ્ન કરવા દબાણ કરીને ધાકધમકી કરતા ભુજના યુવક સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજના મિરજાપર ખાતે રહેતી 18 વર્ષિય યુવતીએ ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા આરોપી સાહિલ અસ્લમ માંજોઠી ઉર્ફે સેમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી યુવતીની આરોપી સાથે અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી.

બાદમાં આરોપીના લગ્ન તેની સમાજની છોકરી સાથે થઈ ગયા હતા. તેમ છતાં આરોપીએ ફરિયાદી યુવતીને લગ્ન કરવા દબાણ કરી તેણીનો પીછો કરીને અવાર નવાર પરેશાન કરતો હતો. અને લગ્ન નહીં કરતો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. ગત 14 ઓકટોબરના સાંજે સાત વાગ્યાના અરસામાં કેમ્પ એરિયામાં રોનક પાન સેન્ટર પાસે આરોપીએ ફરિયાદી યુવતીને ધાકધમકી કરીને જાતિ અપમાનિત કરાતા આરોપી વિરૂધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની કમલો તળે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ એસીએસટી સેલ ભુજના ડીવાયએસપીએ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો