તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:અંજારમાં મહિલા સાથે સારવારના નામે શારીરિક અડપલાં કરનારા તબીબ સામે ફરિયાદ

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર મહિલા તબીબના મકાનમાં જ ભાડા પર રહે છે

પૂર્વ કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં ગતરાત્રીએ એક અનૈતિક ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક તબીબ દ્વારા મહિલાને દર્દમાં રાહત આપવાની જગ્યાએ માનસિક સંતાપ આપ્યો હોવાની ચકચારી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અંજારના અને હાલે વડોદરા રહેતા આરોપી ડો. વિનોદ જીવરામભાઈ ઠકકર પોતાના વાગડીયા ચોક ખાતે આવેલા મકાન વિનોદ ભુવન,માં હતા ત્યારે ગત રાત્રીના 8.30 વાગ્યે ખાનગી કચેરીમાં નોકરી કરતા અને તેમના મકાનમાં ભાડૂત તરીકે રહેતા મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

પોતાના બે બાળકો સાથે રહેતા મહિલાના ઘરમાં સફાઈ કરવાના બહાને આવી , વાતચીત દરમ્યાન તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. મહિલાએ તબિયત નાદુરસ્ત હોવાનું જણાવતા આરોપીએ ફરિયદી મહિલાને રૂમ અંદર ઈલાજ કરવાનું જણાવ્યું હતું. અને માથાના દુખાવાને દૂર કરી આપવાનું જણાવી, મહિલાનું માથું દબાવી ગાલ ઉપર ચુંબન કરવા લાગતા મહિલાએ પોતાના ધર્મના ભાઈ, માતા અને તેમના ભાઈને બોલાવી લીધા હતા. અને બનાવની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...