એટ્રોસીટીનો ગુનો:સાંગનારામાં પવનચકકી મુદ્દે 4 શખ્સો સામે ફરિયાદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકા વિસ્તારમાં ચાલી રહેલા પવનચક્કીના કામ બાબતે વારંવાર ખેડુતો અને કંપનીના કર્મમચારી કોન્ટ્રાકટરો વચ્ચે માથાકુટ થયા જ કરે છે. ત્યારે સાંગનારામાં પવનચકકીનો વિવાદ હવે પોલીસ દ્વારે પહોંચ્યો છે. કંપનીનું કામ અટકાવી કોન્ટ્રાક્ટરને ધમકી આપી જાતિ અપમાનિત કરનાર ચાર શખ્સો વિરૂધ નખત્રાણાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાંગનારા ગામની સીમમાં વીનસોલ કંપનીના વીજ પોલી લગાડવાના કોન્ટ્રાકર પાસે કામ કરતા સુપરવાઇઝર મહેશ હરીલાલ પરમારે સાંગનારા ગામના હાજા કમા રબારી, લાખા વેલા રબારી, આશા ગાભા રબારી અને હરેશ કરમશી પોકાર વિરૂધ ફરિયાદ નોંધાવી છે. સાંગનારા નારાણપરની સીમમાં કંપનીના પોલ અને વીજ તારનું કામ ચાલુ હતું ત્યારે આરોપીઓએ અમારી પરવાનગી વગર કામ કેમ કરો છો તેમ કહીને ધાક ધમકી કરી જાતિ અપમાનિત કરી કામ બંધ કરાવીને ફરિયાદી અને કોન્ટ્રાક્ટરને ગાળો આપી જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કંટ્રકશન સાઇડના સુપરવાઇઝરે આરોપીઓ વિરૂધ એટ્રોસીટીની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...